સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર

સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસના સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી 1000 બેડની કોવિડ-19 ડેડિકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ ગાંધીનગરથી કરાયું હતું. આ કોવિડ હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવાઈ છે.  
સુરતમાં યુદ્ધના ધોરણે માત્ર 15 દિવસમાં 1000 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર

ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસના સ્ટેમસેલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે ઊભી કરવામાં આવેલી 1000 બેડની કોવિડ-19 ડેડિકેટેડ હોસ્પિટલનું E લોકાર્પણ ગાંધીનગરથી કરાયું હતું. આ કોવિડ હોસ્પિટલમાં 211 ICU બેડ સાથે 1000 પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવાઈ છે.  

મુખ્યમંત્રીએ તા. 4 જુલાઈના રોજ સુરતની કોરોના સ્થિતિની સમીક્ષા માટે મુલાકાત લીધી હતી. ત્યારે તેઓએ આ હોસ્પિટલ ઊભી કરવા આપેલી સૂચનાઓ આપી હતી. આ સૂચનાનો અમલ કરીને સુરત જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે સ્ટેમલેસ હોસ્પિટલ ખાતે આ કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તૈયાર કરી છે. મુખ્યમંત્રીએ માત્ર 15 જ દિવસમાં આ ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણમાં કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-સુશ્રુષા માટે ક્યાંય કોઇ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં 19 હજારથી વધુ પથારીની હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે. સુરતમાં સરકારી હોસ્પિટલમાં ૧૫૦૦, ખાનગી હોસ્પિટલમાં ૮૦૦ બેડ્સ ઉપલબ્ધ હતા. જેમાં આજે ૧૦૦૦ બેડ્સનો ઉમેરો કરવામાં આવ્યો છે, આમ કુલ ૩૩૦૦થી વધુ બેડ્સ સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણની રાજ્ય સરકારે વિશેષ ચિંતા કરીને માઇક્રોપ્લાનીંગ સાથે સઘન સર્વેલન્સ, ધન્વન્તરી રથ દ્વારા સારવાર જેવા વ્યાપક આરોગ્યલક્ષી પગલાં ભર્યા છે તેમ જણાવ્યું. કોરોના સંક્રમણ સામે કોરોના સંક્રમણ સાથે સતર્કતાપૂર્વક પ્રવૃત્તિઓ શરૂ કરવા સાથે સંક્રમિતોની સંપૂર્ણ સારવારના અભિગમથી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખુમારી ઊજાગર થઇ છે તેમ પણ ઉમેર્યુ હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માત્ર 15 જ દિવસમાં તમામ અદ્યતન સગવડતા-સાધનો સાથેની 1 હજાર બેડની કોવિડ હોસ્પિટલ ઊભી કરવાની આ સિદ્ધીને ગુજરાતના આરોગ્ય ક્ષેત્રના ઇતિહાસની સ્વર્ણિમ પૃષ્ઠ રૂપી ઘટના ગણાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news