અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાત (Gujarat) ની બે મોટી ડેરીએ આજે પશુપાલકોને મોટી ભેટ આપી છે. સાબર ડેરી (Sabar Dairy) એ પશુપાલકોને 10 રૂપિયાનો ભાવ વધારો આપ્યો છે, ત્યારે બનાસ ડેરી (Banas Dairy) દ્વારા દિવાળી સમયે પશુપાલકોને ભાવ વધારો આપી દિવાળીની ભેટ અપાઈ છે. બનાસ ડેરી નિયામક મંડળ દ્વારા દૂધમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. 15 રૂપિયાનો ભાવ વધારો કરાતાં પશુપાલકોને પ્રતિ કિલો 675 ની જગ્યાએ હવે 690 રૂપિયા ચૂકાવાશે. બનાસ ડેરીએ છેલ્લા 6 મહિનામાં 7મી વખત ભાવ વધારો કર્યો છે. બનાસ ડેરીએ દૂધ (Milk) માં ભાવ વધારો કરાતાં જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.


4 લાખ જેટલા પશુપાલકોને સાબર ડેરીની મોટી દિવાળી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સાબર ડેરીએ પણ વધારો જાહેર કર્યો
ઉલ્લેખનીય છે કે, આજે સાબર ડેરીના નિયામક મંડળ દ્વારા પણ પશુપાલકોના હિતને ધ્યાને રાખી અને દિવાળીના તહેવાર ટાંણે ૧૦ રૂપિયા દૂધના ભાવોમાં વધારો કર્યો છે. સાબરડેરી દ્વારા જાહેર કરાયેલ ભાવ વધારો આગામી 25 ઓક્ટોબરથી પશુપાલકોને ચૂકવવામાં આવશે. એક તરફ આગામી સમય આવનાર દિવાળીના તહેવાર ટાણે સાબરડેરીએ ભાવ વધારો કરતા જ પશુપાલકોને આંશિક રાહત થઈ છે, તો બીજી તરફ સાબરડેરીએ પશુપાલકો ને બોનસ જાહેર કર્યું હોય એમ પશુપાલકોને આંશિક રાહત મળી છે. 


આમ, ગુજરાતની બે મોટી ડેરીઓએ દિવાળી ટાંણે મોટા સમાચાર આપ્યા છે. જેથી પશુપાલકોની દિવાળી સારી જશે.  


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :