અમદાવાદ :હાલ ગુજરાતમાં વરસાદની સ્થિતિ શાંત છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ ચાર દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. ત્યારે ઉપરવાસમાં વરસાદને પગલે હાલ નર્મદા નદી તથા બનાસ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : દિવાળી વેકેશન મનાવવા ગુજરાતમાં બની રહ્યું છે નવુ ડેસ્ટીનેશન, 15 ઓક્ટોબર સુધી તૈયાર થઈ જશે


નર્મદા ડેમના 11 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમની સપાટી વધી જવાથી સરદાર સરોવર ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા કેવડીયા પાસેનો ગોરા બ્રિજ ગરકાવ થઈ ગયો છે. ડેમની સપાટી 132.59 મીટરે પહોંચી ગઈ છે. જેને કારણે હાલ ડેમમાંથી 2,38,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના પ્રવાહને કારણે કેવડીયાના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યા છે. કેવડીયાના 8 ગામો સંપર્ક વગરના બન્યા છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન શરૂ કરવાતાં તેમાંથી 1.79 લાખ ક્યૂસેક પાણીનો આવરો થઇ રહ્યો છે.


Photos : અનાથ બાળકો પ્રત્યે વડાલી પોલીસે દાખવેલો પ્રેમ જોઈને આંખમાંથી આસું આવી જશે


બનાસ નદીમાં પણ પાણીની આવક વધી 
હાલ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નથી. પરંતુ ઉપરવાસમાંથી ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતી બનાસ નદીમાં પણ પાણીની આવક વધી છે. બનાસ ડેમમાંથી 500 ક્યૂસેક પાણી છોડાતાં પાટણના સાંતલપુર તાલુકના ગામો પ્રભાવિત થયા છે. સાંતલપુરમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. બનાસ નદીના કાંઠે આવેલ 12 ગામોમાં જવાનો રસ્તો ધોવાયો છે. જેને કારણે સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નદી કાંઠે આવેલા અબીયાણા, લુણીચણા, ઉનડી, રામપુર, આંતનેસ, ગડસઇ, લીમગામડાં વિ. ગામોનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અબીયાણા ગામને જોડતાં અધુરા પૂલ નીચેથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :