Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : એશિયાની સૌથી મોટી બનાસડેરીની આજે દિયોદરના સણાદર ખાતે 55મી વાર્ષિક સાધારણ સભા બનાસડેરીના ચેરમેન અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઈ હતી જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુંપાલકોમાં ખુશી ફેલાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસ ડેરીએ આજે જાહેર કરેલ ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ રૂપિયા પશુપાલકોને તેમજ 100 કરોડ રૂપિયા દૂધ મંડળીઓને ભાવ વધારો આપશે. એટલે કે પશુપાલકને 1952 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો મળશે. બનાસડેરીનું ગત વર્ષે 15 હજાર કરોડ ટર્ન ઓવર હતું, આ વર્ષે 18 હજાર કરોડ ટર્ન ઓવર પહોંચ્યું છે. જેમાં બનાસડેરી દ્વારા પ્રતિકીલો દૂધના ફેટે 948 રૂપિયા સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે.


તથ્ય ખોટુ બોલ્યો હતો, જેગુઆરની સ્પીડ 120 નહિ, 145 ની હતી : FSL રિપોર્ટમાં મોટો ખુલાસ


ત્યારે આ વિશે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે, બનાસ ડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા હતા. પશુપાલકોની ઉત્તરોઉત્તર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે, ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકો ના 20 પેસા લેવામાં આવતા હતા. તે પણ હવે બંધ કરવામાં આવશે. મેડિકલ કોલેજમાં પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી 50 ટકા લેવાય છે. 


પાર્ટીની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, હજારો ફોલોઅર હત


આમ, બનાસડેરી દ્વારા આજે જિલ્લાના લાખો પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપતા જિલ્લામાં પશુપાલન કરતા લાખો પશુપાલકોમાં ખુશી છવાઈ છે. જેને લઈને પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો મળતાં તેમને ખુશી વ્યક્ત કરી હતી. 


મિત્ર મેયર બની ગયો, ને હું રહી ગયો : રાજકારણની ઈર્ષ્યામાં કોર્પોરેટરે રચ્યું કાવતરું