પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, 13 હજાર ફોલોઅર્સ હતા
ahmedabad iskcon bridge accident : માલવિકાએ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરતા અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, આ એકાઉન્ટમાં તેમના ઢગલાબંધ કારનામા હતા, જેની પોલ ખુલ્લી પડી છે. આ વચ્ચે માલવિકાનું યુટ્યુબ ચેનલ હોવાની પણ કહેવાય છે
Trending Photos
Tathya Patel : અમદાવાદ ઈસ્કોન બ્રિજના અકસ્માતમાં 9 નિર્દોષોના મોતની તસવીરો હજી નજર સામે તરવરે છે. હવે જઈને આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રોની પોલ ખૂલી રહી છે. તથ્ય પટેલ અને તેના મિત્રો પાર્ટીઓના કેવા શોખીન હતા, તેના પુરાવા તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી રહ્યાં છે. જોકે, ઘટના બાદ તરત જ તમામ મિત્રોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા. એકમાત્ર માલવિકા પટેલનું એકાઉન્ટ જાહેર કર્યું, જે તેની વૈભવશાળી જિંદગીની ચાડી ખાતુ હતું. પરંતું હવે પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કર્યું છે. જેમાં માલિકા પટેલના 13 હજાર ફોલોઅર્સ હતા.
પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે.
પરંતુ માલવિકાએ પોતાનું એકાઉન્ટ ડિલીટ કરતા અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, આ એકાઉન્ટમાં તેમના ઢગલાબંધ કારનામા હતા, જેની પોલ ખુલ્લી પડી છે. આ વચ્ચે માલવિકાનું યુટ્યુબ ચેનલ હોવાની પણ કહેવાય છે.
અકસ્માત પહેલા શું કરતા હતા આ નબીરાઓ
તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ 6 લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.
મિત્રએ ખોલી હતી તથ્યની પોલ
એ રાતે શુ થયું હતું તે વિશે કારમાં બેસેલી એક યુવતીએ કહ્યું કે, હું કહેતી હતી કે તું કાર ધીમી ચલાવ પણ તથ્ય માન્યો જ નહીં અને કારની સ્પીડ વધતી ગઈ છે. 100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર નહીં રહી અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે