મિત્ર મેયર બની ગયો, ને હું રહી ગયો : રાજકારણની ઈર્ષ્યામાં કોર્પોરેટરે રચ્યું કાવતરું, ભાજપ જોરદાર બગડી

Vadodara Mayor Viral : વડોદરાના મેયરને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ...મિત્ર મેયર બની જતા કોર્પોરેટર અલ્પેશે ઈર્ષામાં રચ્યું કાવતરું...

મિત્ર મેયર બની ગયો, ને હું રહી ગયો : રાજકારણની ઈર્ષ્યામાં કોર્પોરેટરે રચ્યું કાવતરું, ભાજપ જોરદાર બગડી

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાના મેયર નિલેશ રાઠોડને બદનામ કરતી પત્રિકા વાયરલ કરવાના કેસમાં કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. મિત્ર મેયર બની જતા કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાએ ઈર્ષામાં કાવતરું રચ્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાજપે આ મુદ્દે મોટું એક્શન લીધું છે.

ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે અલ્પેશ લિંબાચીયાની ધરપકડ કરી છે. અલ્પેશ લિંબાચીયા હાલમાં ભાજપના કોર્પોરેટર છે. તેઓ કોર્પોરેશનમાં શાસક પક્ષના પૂર્વ નેતા પણ રહી ચૂક્યા છે. ભાજપના કોર્પોરેટર અલ્પેશ લીંબાચીયાએ જ મેયરને બદનામ કરતી પત્રિકા બનાવી હોવાની આશંકા છે. 8 જુલાઈએ પત્રિકાકાંડનો ખેલ રચાયો હોવાની પોલીસને આશંકા છે. 

મહત્વનું છે કે મેયરને બદનામ કરતી પત્રિકાકાંડમાં વડોદરા પોલીસે તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. જેમાં પોલીસે અલ્પેશ લિંબાચીયાની તરસાલી રોડ પર આવેલી ઓફિસમાંથી લેપટોપ અને પ્રિન્ટર કબજે કર્યા હતા. આ બંને વસ્તુઓને પોલીસે તપાસ માટે FSL માં મોકલી આપી છે. આ પ્રિન્ટરમાંથી 250થી વધારે પ્રિન્ટ આઉટ નીકળી હોવાની શક્યતા છે.  

તપાસમાં સામે આવ્યું છે કે, મેયર નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચીયા 25 વર્ષ જૂના મિત્રો છે. બંને અગાઉ એક જ વોર્ડમાંથી કોર્પોરેટર હતા. જોકે નિલેશ રાઠોડ મેયર બની ગયા અને અલ્પેશ લિંબાચીયા રહી જતાં તેમને ઈર્ષા થઈ હતી. જેના કારણે મેયર અને જૂના મિત્રને બદનામ કરવા પત્રિકાકાંડ કર્યો. આ સિવાય નિલેશ રાઠોડ હવે માંજલપુર બેઠક પર પણ ધારાસભ્ય બનવા માટે મજબૂત દાવેદાર છે. જેના કારણે અલ્પેશને પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા હતી. કેમ કે અલ્પેશને પણ માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય બનવું છે. જોકે નિલેશ રાઠોડ પોતાને નડી શકે તેમ અલ્પેશને લાગ્યું હતું. આ સિવાય રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નિલેશ રાઠોડે અલ્પેશ લિંબાચીયાનો નાણાંનો મોટો વહીવટ બગાડતાં તે નારાજ હતા.

રાજકારણમાં કેવી રીતે તૂટી મિત્રતા
નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયાની વાત કરીએ તો...

- વર્ષ 1998-99માં નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા બજરંગ દળમાં સાથે કામ કરતાં હતાં, તે સમયે બંનેનો પરિચય થયો અને મિત્ર બન્યા. 
- અલ્પેશ લિંબાચિયા વડોદરા શહેરના યુવા મોરચાના ઉપપ્રમુખ 2007-08માં બન્યા. 
- નિલેશ રાઠોડ તે સમયે રોજગાર સેલના કન્વીનર બન્યા. 
- બાદમાં નિલેશ રાઠોડ 2010માં વોર્ડ 23માંથી સૌપ્રથમ વખત કોર્પોરેટર બન્યા., જ્યારે અલ્પેશ લિંબાચિયા વડોદરા શહેર યુવા મોરચા મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્ય બન્યા. 
- બાદમાં નિલેશ અને અલ્પેશ બંને વર્ષ 2015માં વોર્ડ 17માંથી એકસાથે કોર્પોરેટર બન્યા. 
- બાદમાં નિલેશ રાઠોડને દંડક અને શાસક પક્ષના નેતાની જવાબદારી આપી. 
- બાદમાં અઢી વર્ષ બાદ અલ્પેશને દંડક બનાવ્યા. 
- બાદમાં અલ્પેશને શાસક પક્ષના નેતા બન્યા
- બાદમાં નિલેશ રાઠોડને મેયર બનાવ્યા અને ત્યાંથી ડખો શરૂ થયો. 

આમ, 2021માં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ નિલેશ રાઠોડને પક્ષ શાસક પક્ષના નેતા બનાવવાના હતા, પણ અલ્પેશ લિંબાચિયાએ મિત્ર નિલેશને અંધારામાં રાખી એક મોટા નેતાના આશીર્વાદથી પોતે શાસક પક્ષ નેતા બની ગયા. નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા ભૂતકાળમાં એક જગ્યાએ લેબર કોન્ટ્રાકટરનું સાથે કામ રાખ્યું હતું, જેમાં વાંધો થયા નિલેશ રાઠોડે જાહેરમાં અલ્પેશ લિંબાચિયાને લાફો મારી દીધો હતો, જેમાં વિવાદ થયો હતો. ધારાસભ્ય યોગેશ પટેલ સાથે નિલેશ રાઠોડની નિકટતા વધતાં અલ્પેશને ઈર્ષા થઈ, એક વખત અલ્પેશે ધારાસભ્ય યોગેશ પટેલને કહ્યું પણ મારું કામ પણ તમે નિલેશને કેમ કહો છો? અલ્પેશ લિંબાચિયા, નિલેશ રાઠોડ સહિત 20 થી 25 મિત્રોનું એક સોમનાથ ગ્રુપ છે, જે તમામ ખૂબ નજીકના એકબીજાના મિત્રો છે. અલ્પેશ લિંબાચિયા અને નિલેશ રાઠોડની 25 વર્ષ જૂની મિત્રતા અલ્પેશની રાજકીય મહત્વાકાંક્ષાના કારણે એક ઝાટકે તૂટી ગઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news