દોઢ કરોડનો વીમો પકવવા કર્યો મોટો કાંડ! બીજાની લાશ કારમાં મૂકીને બાળી નાંખી
Murder Mystery : બનાસકાંઠા: 1.5 કરોડનો વીમો પકવવા માટે કબરમાંથી લાશ બહાર કાઢી કર્યો મોટો કાંડ... બીજાના લાશ મૂકીને રૂપિયા લેવા જતા પકડાયો હોટલ માલિક
Banaskantha News બનાસકાંઠા : ગુજરાતમાં એક છેવાડાના ગામડામાં વિચારી ન શકાય તેવી મર્ડર મિસ્ટ્રી સામે આવી છે. કોઈ ફિલ્મી ઘટના કે ક્રાઈમની ઘટના પણ આની આગળ પાછળ પડે. બનાસકાંઠાના એક ગામમાં કારમાં વ્યક્તિ સળગી જવાના બનાવમાં મોટો વળાંક સામે આવ્યો છે. સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલો માનવ કાંકલ અન્ય મૃતદેહ હોવાનું ખુલ્યું. વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા કબરમાંથી લાશ કાઢીને આખું કાંડ રચ્યાનું સામે આવ્યું.
બનાસકાંઠાના વડગામ તાલુકાના ધનપુરા ગામની સીમમાં બે દિવસ પહેલા વહેલી સવારે આગ લાગેલી કાર મળી આવી હતી અને તેમાં કારનો ચાલક બળીને ભડથું થઈ જતા સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.અને કારમાં ભગવાન રાજપૂત નામના વ્યક્તિનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે મૃતકનો એફએસએલ અને ડીએનએ રિપોર્ટ તપાસ માટે મોકલ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં જેને મૃતક માની રહી હતી તે ભગવાન રાજપુતે પોતાની હોટલ ઉપર લીધેલ કરોડો રૂપિયાની લોન માફ કરાવવા માટે કોઈ બીજી વ્યક્તિની સ્મશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં સળગાવી દીધી હોવાનું લાગ્યું હતું. તેથી પોલીસે આ દિશામાં તપાસ કરી હતી અને પોલીસની શંકા સાચી પડી હતી.
કચ્છની ધરતી પર વધુ એક અદભૂત શોધ! પેટાળમાં દટાયેલો કરોડો વર્ષ જૂનો વાનર મળ્યો
વડગામના ધનપુરા ગામની સીમમાં વહેલી સવારે એક કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હોવાનું તેમજ તે કારમાં સવાર ચાલક ભડથું થઈ ગયો હોવાની જાણ સ્થાનિકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોએ વડગામ પોલીસને જાણ કરી હતી જેને વડગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં આગ કોઈ કારણોસર લાગી કે કોઈએ આગ લગાવીને ચાલકનું મૃત્યુ નિપજાવ્યું તેને લઈને તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે કારની નંબર પ્લેટ ઉપર થી કારનો પાર્સિંગ નંબર GJ01 HJ 9718 મેળવીને તેની માલિક કોણ છે તેની તપાસ કરતા આ કાર થોડા સમય પહેલા વડગામના ઢેલાણા ગામના ભગવાન રાજપુતે ખરીદી હતી. જેથી આ કારમાં ભગવાન રાજપૂતનું સળગી જવાથી મોત નીપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં આવ્યું હતું. જેને લઈને પોલીસે કારમાં મળેલ બોડીને FSL અને DNA માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.
કારમાં આગ લાગી અને તેમાં ચાલકનું મોત થયા બાદ પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે જોકે સૂત્રો દ્વારા એવી માહિતી આવી કે ભગવાન રાજપુતે પોતાની હોટલ ઉપર કરોડોની લોન લીધી હતી અને તે માફ થઈ જાય તે માટે તેને આખું તરખટ રચ્યું હતું. તે માટે તેને પોતાના ગામ ઢેલાણા ગામના સ્માશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં રાખીને ધનપુરા ગામની સીમમાં જઈને કારને સળગાવી દીધી હતી.
ભગવાન રાજપુતે વીમા માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે હવે ધનપુરા ગામના સ્મશાનમાંથી નીકાળેલ મૃતદેહ કોનો છે એ મોટો સવાલ છે. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહ કોનો છે એ નક્કી થશે. કાર સળગી જવાની ઘટનાનું આખું કોકડું પોલીસે 24 કલાકમાં ઉકેલી દીધું.
પટેલ પરિવારમાં વર્ષો બાદ આવેલી ખુશી છીનવાઈ, દીકરાનું હીંચકાના હુંકમાં ફસાતા મોત