ગૌરવ પટેલ/અમદાવાદ :કોરાનાની સંકટની આ ઘડીમાં આરોગ્ય કર્મચારીઓ પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ પરિવારની ચિંતા કર્યા વિના દેશના નાગરિકોની જીવ બચાવવા મેદાને છે. કોરોના સામેની લડાઇમાં ઘણા આરોગ્ય કર્મચારી પોલીસ અને શિક્ષક સુધીના લોકો સંક્રમિત થયા છે અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યાં છે. તેઓને પરિવાર ચિંતામાં છે, પણ હજુ આ કોરોના વોરિયર્સે (corona warriors) પાછુ વળીને જોયુ નથી. આવા જ એક પટેલ પરિવારની વાત આપણે કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આતરોલ ગામના પટેલ પરિવારની ખેતી સાથે સંકળાયેલા આ પરિવારના ત્રણ સભ્યો સરકારી કર્મચારી છે. જેઓ હાલ કોરોનાના કપરા કાળમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.


અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટિલે પરિવારમાં એક સભ્ય આરોગ્ય કર્મચારી છે અને બે સભ્યો પોલીસ કર્મચારી છે. દરઘાભાઇ પટેલ બનાસકાંઠાના રામપુરા પબ્લિક હેલ્થ સેન્ટરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ફરજ દરમ્યાન તેઓ કોરાના સંક્રમીત થયા અને ગઇકાલે તેમને હોસ્પિટલથી સાજા થઈને પરત પણ ફર્યા. તેમના મોટા ભાઇ ભારમલ ભાઇ પટેલ વડોદરા પોલીસમાં ફરજ બજાવે છે. તેઓ હાલમાં પાદરા વિસ્તારમાં લોકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયેલા છે. તેમના પત્ની લીલાબેન પાલનપુરના ગઢ પોલીસ મથકમાં ફરજ બજાવે છે.


તમે તમારા ઘરમાં આવતા સેનિટાઈઝરની ક્વોલિટી હવે તમે ચેક કરાવી શકશો


પરિવારમાં એક સભ્ય આરોગ્ય કર્મચારી કોરોના સંક્રમિત થયો હોવા છતાં તેઓ પોતાની ફરજ ચૂક્યા નથી અને કોરાના વોરિયર્સ તરીકે સમાજની સેવામાં ખડેપગે છે. ચોંકાવનારી વાત એ છે આ બંને ભાઇનાં માતા ગળાની ગંભીર બીમારીથી પિડાઇ રહ્યા છે. ત્યારે પરિવારના ત્રણ સભ્યો કોરોના વોરીયર્સ તરીકે મેદાનમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર