તમે તમારા ઘરમાં આવતા સેનિટાઈઝરની ક્વોલિટી હવે તમે ચેક કરાવી શકશો

કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મૂળભૂત રક્ષણાત્મક પગલાની ભલામણ કરવામાં આવેલ છે. જેમાં સાબુથી હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી કોરોના વાઇરસ સામે લડવામાં અસરકારક રીતે મદદરૂપ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા હેન્ડ સેનિટાઇઝરની ગુણવત્તાની ચકાસણી બાબતે રીસર્ચ મેથડ વિકસાવી છે. 
તમે તમારા ઘરમાં આવતા સેનિટાઈઝરની ક્વોલિટી હવે તમે ચેક કરાવી શકશો

અતુલ તિવારી/અમદાવાદ :કોવિડ-19 જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પોતાના સ્વાથ્યનું ધ્યાન રાખવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મૂળભૂત રક્ષણાત્મક પગલાની ભલામણ કરવામાં આવેલ છે. જેમાં સાબુથી હાથ ધોવા અથવા હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી કોરોના વાઇરસ સામે લડવામાં અસરકારક રીતે મદદરૂપ થાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના અધ્યાપકો દ્વારા હેન્ડ સેનિટાઇઝરની ગુણવત્તાની ચકાસણી બાબતે રીસર્ચ મેથડ વિકસાવી છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઇઝરમાં જો આલ્કોહોલનું પ્રમાણ 6૦% - 95% હોય તો જ અસરકારક રીતે કામ કરીને વાયરસનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. જો આ પ્રમાણ ઓછું હોય તો, લોકોના સ્વાસ્થ્ય જોખમાય અને મહામારીનો ફેલાવો વધે છે. હાલના સમયમાં સેનિટાઈઝરના વપરાશ અને ભાવમાં વધારો જોવા મળ્યો છે. પરિસ્થિતિનો લાભ લેવા માટે ઉત્પાદકો દ્વારા બનાવટી પદાર્થ ખોટી રીતે ના વહેંચે તે બાબતે આ સંશોધન આગામી દિવસોમાં મદદરૂપ થશે. આ સંશોધન બદલ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના ડિરેક્ટર, ડો. રાજેશ પરીખ, જીટીયુના કુલપતિ પ્રો.ડો.નવીન શેઠ અને કુલસચીવ ડો. કે. એન. ખેર દ્વારા સંશોધનકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતાં.

જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુંમર અને સહકર્મી ભૂમિકા મહેર્રીયા દ્વારા Fourier Transform Infrared Spectrophotometer (FT-IR) સાધનની મદદથી રિસર્ચ મેથડ બનાવામાં આવી છે. જેમાં આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઇઝરની ગુણવત્તા ચકાસી શકાય છે. આ સંશોધનથી હેન્ડ સેનિટાઇઝરમાં ઉપયોગમાં લેવાતા આઈસો પ્રોપાઈલ આલ્કોહોલની ટકાવારી શોધવામાં મદદરૂપ થાય છે. આ રિસર્ચ મેથડ દ્વારા એક મિનીટ કરતા ઓછા સમયમાં અને સેનિટાઇઝરના ફક્ત એક ડ્રોપથી જ પ્રમાણભૂત આઈસો પ્રોપાઈલ આલ્કોહોલની ટકાવારી શોધી શકાય છે. કોરોનાથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જો તેમાં આલ્કોહોલની માત્રા યોગ્ય પ્રમાણમાં નહિ હોય તો, લોકોનું સ્વાસ્થ્ય જોખમાશે. જેથી આગામી દિવસોમાં સરકારને આલ્કોહોલ બેઝ હેન્ડ સેનિટાઇઝરની ચકાસણી બાબતે મદદરૂપ થવા જીટીયુ અગ્રેસર રહેશે. તથા આમ જનતા માટે પણ વિનામૂલ્યે સેનિટાઈઝરની ચકાસણી કરી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news