કચ્છ :કચ્છમાં 16 વર્ષીય એક કિશોર 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યો છે. સુખીસંપન્ન પરિવારના દીકરાએ ભણતર છોડીને સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. આ કિશોરનું નામ છે નમ્રકુમાર મહેતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ બેંગલોરમાં નમ્રકુમાર મહેતા દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે નીકળશે. નમ્રકુમાર મહેતા એશિયાની ટોપટેન સ્કૂલમાંની એક એક બેંગલોરની બિશપ કોટન બોય સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. તે તેના માતાપિતાનો એકનો એક પુત્ર છે. અભ્યાસમાં માહેર એવા નમ્રકુમારને સાધુઓના સત્સંગથી સંસારમાં વૈરાગ્ય આવ્યો હતો, ને દીક્ષાનો ભાવ આવ્યો હતો, જેથી તેણે દીક્ષા લેવાનો નિર્ણય પરિવારને જણાવ્યો. 



નમ્રકુમારના પિતા રાહુલ મહેતા અને માતા અલ્પાબેન મહેતા બેંગલોરમાં રહે છે. તો તેમનો મૂળ પરિવાર મુન્દ્રાનો રહેવાસી છે. દીક્ષા લેવાના નિર્ણય અંગે નમ્રકુમારે જણાવ્યું કે, હાલ હું 16 વર્ષો છું, પરંતુ હું 7 વર્ષનો હતો, ત્યારથી જ મને વૈરાગ્યનો ભાવ આવવા લાગ્યો હતો. તેથી સુરીશ્વરજી મહારાજના આર્શીવાદથી મેં 4 વર્ષ ટ્રેનિંગ લીધી હતી. ચાર વર્ષ હું તેમના સાંનિધ્યમાં રહ્યો. જેના બાદ મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. 


આગામી 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ નમ્રકુમાર દીક્ષા લેશે. તેનો સંયમ સંવેદના કાર્યક્રમ શીતલનાથ જિનાલયમાં યોજાયો હતો. જેમાં તેનો ભવ્ય વરસીદાન વરઘોડો કાઢવામાં આવ્યો હતો.