સુરત: બેંક એકાઉન્ટ હેક કરી 1 કરોડથી વધુની છેતરપિંડી, બે નાઇઝીરિયન સહિત 5ની ધરપકડ
બેંક એકાઉન્ટ હેક કરી ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લેવાના ષડયંત્રનો પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુનીક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડીટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 NEFT અને RTGSથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવી હતી.
તેજશ મોદી, સુરત: બેંક એકાઉન્ટ હેક કરી ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લેવાના ષડયંત્રનો પર્દાફાશ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. બે નાઇઝીરિયન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુનીક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડીટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 NEFT અને RTGSથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની દયનીય સ્થિતિ, કરોડો રૂપિયાનું પાકને નુકસાન
ઘટના અંગે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનામાં સર્વેલન્સ આધારે તપાસ કરતા કોઇ મોટા હેકર અથવા સાયબર કિમીનલ્સ દ્વારા આ કામના ફરીયાદીનું કોમ્યુટર હેક કરી અથવા બીજી કોઇ રીતે તેઓના ઇ-મેઇલ આઇડી તથા નેટ બેંકીંગના પાસવર્ડની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ મેઇલ આઇડીથી ફરીયાદીના બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરવા મોબાઈલ કંપનીને ઇ મેઇલ કરી રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરાવી બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી બિહાર, પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશમાં ICICI બેંકમાં 8 અને અન્ય બેંકમાં ૩ મળી કુલ 11 એકાઉન્ટોમાં ટુકડે-ટુકડે રૂપીયા 1,71,80,012 ટ્રાન્સફર કરાવ્યા હતાં.
આ પણ વાંચો:- ચાર મહિના પહેલા કામદારોએ રડતા રડતા સુરત છોડ્યું હતું, માલિકોએ પ્લેન ટિકીટ મોકલીને પાછા બોલાવ્યા
તપાસમાં એવું સામે આવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં રૂ. 18,20,000 આવેલ હોવાની હકીકત સામે આવી હતી. વિકાસ મનોજભાઇ સોલંકીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ન્યુઝ પેપરમાં એમ.કે એન્ટરપ્રાઇમાં કામ કરીને મહિને 30,000થી 35,000 કમાઓની જાહેરાત જોઇ હતી, તે જાહેરાતમાં આપેલ મોબાઇલ નંબરનો સંપર્ક કરતા તેઓએ ICICI બેંકમાં એક સેવીંગ એકાઉન્ટ તથા એક કરન્ટ એકાઉન્ટ ખોલાવવાનું કહ્યું હતું. વિકાસે તેણે ICICI બેંકમાં એક સેવીંગ એકાઉન્ટ તથા એક કરન્ટ એકાઉન્ટ ખોલાવ્યુ હતું અને પેપરમાં જાહેરાત આપનાર મોહિત પરમારને મોકલી આપ્યું હતું.
આ પણ વાંચો:- સુરતમાં બુટલેગરો બેફામ! દારૂ પકડવા ગયેલી પોલીસ પોતે ન પકડાય જાય તે માટે ભાગવું પડ્યું
વિકાસે ત્યારબાદ મુંબઇ ખાતે જઇ નેવિલ શુક્લા તથા રાકેશ માલવીયા તથા ઇમરાન સાથે મળી એ.ટી.એમ. સેન્ટરમાંથી કેશ વિડ્રોઅલ કરી તે રૂપીયા ઇમરાન લઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું. વિકાસ પાસેથી નેવીલ શુક્લા તથા રાકેશ માલવીયાના મોબાઇલ નંબર મેળવી તેઓની તપાસ કરતા રાજકોટથી નેવીલ અશોકભાઇ શુક્લા અને સુરતથી રાકેશ પરબતભાઇ માલવિયાની અટકાયત કરવામાં આવી હતી. આ બંનેની પુછપરછ કરતા તેમને મુંબઇ ખાતે રહેતા ઇમરાન ઇબ્રાહીમ કાઝીની સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી સાઈબર ક્રાઇમના પો. ઇન્સ. એ.કે. ચૌહાણને એક ટીમ સાથે તાત્કાલીક સાયબર ક્રાઇમ પો.સ્ટે.ની ટીમ સાથે મુંબઇ ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી.
આ પણ વાંચો:- ચુની ગજેરાએ સુરતમાં પોતાની જ શાળાની શિક્ષિકાની છેડતી કરી, અશ્લીલ ક્લિપ અને ગંદા ઇશારા
પોલીસે જ્યારે ઇમરાન કાઝીની ધરપકડ કરી તો તેને પ્રાથમીક પુછપરછમાં કહ્યું હતું કે બે નાઇઝેરીયનોને એકાઉન્ટની વિગતો આપતો હતો અને નાઇઝીરીયન માણસો તે એકાઉન્ટ પૈસા જમા કરાવતા હતા તે રૂપીયા નેવીલ શુક્લા તથા રાકેશ માલવીયા પાસે વિડ્રોઅલ કરાવી નાઇઝીરીયનને પહોંચાડવાનું કામ કરતાં હતાં. પોલીસે નાઇઝીરીયન આરોપીઓને પકડવા ટ્રેપ ગોઠવી વોચ ગોઠવી રફેલ અડેડયો હીન્કા અને કેલ્વીન ફેબીયાન ઓઝોખેચીની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:- ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું, તો સુરતમાં નિયમોના ધજાગરા ઉડ્યા
વધુ પૂછપરછમાં નેવીલ અશોકભાઇ શુક્લાએ જણાવ્યું હતું કે તે અકાઉન્ટ હોલ્ડર આપવા માટેના એજન્ટ તરીકે તથા બેંક એકાઉન્ટોમાં રૂપીયા ઉપાડી તે રૂપીયા ઇમરાન કાઝીને આપવાનું કામ કરતો હતો. તેને 5 % કમિશન અને અકાઉન્ટ હોલ્ડર્સના 2 % એમ સાત ટકા કમિશન મળતું હતું. જ્યારે રાકેશ પરબતભાઈ માલવિયા પણ એજન્ટ કમ ફીલ્ડનું કામ કરે છે. મુંબઈ ખાતે અકાઉન્ટ હોલ્ડર્સને આવવા જવાની, રેહવાની, જમવાની, બેંક સુધી કે એટીએમ સુધી અકાઉન્ટ હોલ્ડરને લાવવા લઈ જવા માટે ગાડીની સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો. તેને 1 % કમિશન મળતું હતું.
આ પણ વાંચો:- Gujarat Corona update: રાજ્યમાં કોરોનાના નવા 1305 કેસ નોંધાયા, 12 લોકોના મોત
ઇમરાન ઇબ્રાહીમ કાઝી છેલ્લા આઠેક વર્ષથી મુંબઈમાં રહેતા નાઇજેરિયનો સાથે સંપર્કમાં રહી અલગ અલગ એજન્ટો પાસેથી લીધેલી એકાઉન્ટની માહિતી પુરી પાડી તે એકાઉન્ટમાં પેમેન્ટ કરાવડાવી અલગ અલગ નાઇજેરિયન એજન્ટને આખા દિવસનું અલગ અલગ અકાઉન્ટમાંથી ઉપાડેલ રકમનું પેમેન્ટ ચૂકવવાનું કામ કરતો હતો. તેને 10 % કમિશન મળતું હતું. રફેલ અડેડયો થીન્કા અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બે આરોપી ઇમરાન કાઝી પાસેથી એકાઉન્ટ લઇ તે એકાઉન્ટોમાં પેમેન્ટ કરાવતા હતા અને રોજ રોજનું કલેક્શન ઇમરાન પાસેથી મેળવી લેતા હતા. ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર