સુરતમાં બુટલેગરો બેફામ! દારૂ પકડવા ગયેલી પોલીસ પોતે ન પકડાય જાય તે માટે ભાગવું પડ્યું

શહેરમાં ગુનેગારો તમામ પ્રકારે માઝા મુકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસથી ન તો ગુનેગારો પ્રત્યક્ષ દેખાઇ રહ્યા છે ન તો પરોક્ષ રીતે. સુરત પીસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. બુટલેગરને રસ્તા પર અટકાવતા બુટલેગર દ્વારા રસ્તા પર જ કપડા કાઢીને તમાશો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બુટલેગરના માણસો દ્વારા પોલીસ પર હૂમલો કરતા પોલીસે પોતાનો જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. જો કે આ મુદ્દે પોલીસનાં કર્મચારીઓ દ્વારા બુટલેગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં બુટલેગરો બેફામ! દારૂ પકડવા ગયેલી પોલીસ પોતે ન પકડાય જાય તે માટે ભાગવું પડ્યું

તેજસ મોદી/સુરત : શહેરમાં ગુનેગારો તમામ પ્રકારે માઝા મુકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસથી ન તો ગુનેગારો પ્રત્યક્ષ દેખાઇ રહ્યા છે ન તો પરોક્ષ રીતે. સુરત પીસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. બુટલેગરને રસ્તા પર અટકાવતા બુટલેગર દ્વારા રસ્તા પર જ કપડા કાઢીને તમાશો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બુટલેગરના માણસો દ્વારા પોલીસ પર હૂમલો કરતા પોલીસે પોતાનો જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. જો કે આ મુદ્દે પોલીસનાં કર્મચારીઓ દ્વારા બુટલેગર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બુટલેગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં હાલમાં નવા પોલીસ કમિશ્નર અજય તોમરના આવ્યા બાદ દારૂ અને જુગાર સાથે સંકળાયેલા અસામાજીક તત્વો પર તવાઇ બોલી રહી છે. સરકાર દ્વારા દારૂ બંધીનો કાયદો કડક બનાવવા માટે સુચના બાદ પોલીસ દ્વારા સતત બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરત પીસીબી દ્વારા એક બુટલેગરની બાતમીના આધારે અટકાયત કરવામાં આવી હતી. અમરોલી વિસ્તારમાં દારૂનો મોટો વેપાર કરતા માંગીલાલ નામનો બુટલેગર દારૂનો મોટો જથ્થો લઇને આવી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા તેની ગાડી અટકાવવામાં આવી હતી.

ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે ગાડીના કાગળની માંગ કરી હતી. જો કે ગાડીના કાગળ માંગતા જ બુટલેગરનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. રસ્તા પર પોતાનાં તમામ કપડાઓ કાઢીને હોબાળો કરવાનું શરૂ કરી દીધો હતો. જોતજોતામાં મોટા પ્રમાણમાં ટોળા એકત્ર થયા હતા. આ ટોળામાં માંગીલાલ કેટલાક ગુંડાઓ પણ હતા. જેથી પોલીસે ચાલતી પકડી હતી. જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાલ પીસીબીની ફરિયાદનાં આધારે અમરોલી પોલીસે આ બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news