અલકેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા પોલીસે ધાનેરા માંથી નકલી નોટો નું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લોકો 200ના દરની નકલી નોટો બનાવે છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નકલી નોટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લોકોને નકલી નોટ પધરાવવાના માટે કેટલાક ઇસમો સક્રિય બન્યા હતા. જેની માહિતી બનાસકાંઠા એલસીબીને મળતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઇ હતી. ધાનેરા ખાતે રહેતા ચાર લોકોએ સાથે મળી નકલી નોટ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં તેઓ કોમ્પ્યુટર અને પ્રિન્ટર ની મદદથી નકલી નોટ બનાવતા હતા.


વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કિનારાના ગામોમાં પરિસ્થિતિ બની તંગ, 500નું સ્થાળાંતર


ધાનેરામાં પોલીસે બાતમીના આધારે જીગ્નેશ ઠક્કરના વ્યક્તિને ઝડપી હતો. જે બાદ તેની તપાસ કરતા તેની પાસેથી 200ના દરની નકલી ચલણી નોટો મળી આવી હતી. જેમાં ઉલટ તપાસ કરતાં આ નકલી નોટોના કૌભાંડમાં બીજા ત્રણ વ્યક્તિઓનાં નામ ખુલ્યા હતા. પોલીસે આ કૌભાંડ ચલાવતા કૌભાંડ સુધી પહોંચી તપાસ કરતા તેમની પાસેથી કમ્પ્યુટર અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું.


ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો મલ્ટીપ્લેક્ષ માલિકો સામે લૂંટ ચલાવતા હોવાનો આક્ષેપ


આ સમગ્ર મામલે બનાસકાંઠા એલસીબીએ ઊંડાણપૂર્વક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે નકલી નોટો બનાવવાનું કૌભાંડ મહારાષ્ટ્રના પુણેથી ચાલે છે. પોલીસે ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ બે આરોપીઓ નકલી નોટો સાથે ઝડપાયા હતા. મેટ્રો શહેરમાં લોકો હોશિયાર હોવાથી પકડાઈ જવાની બીકે આરોપીઓએ ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તાર ને પસંદ કર્યો હતો. જ્યાં લોકોની ઓછી સમજ હોય તેથી નોટોની બંદર વચ્ચે આ પ્રકારની નકલી નોટો મૂકી આ નકલી ચલણી નોટોને બજારમાં ભરતી કરવાનું આયોજન કર્યું હતું.


વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો


જુઓ LIVE TV:



બનાસકાંઠા જિલ્લાના કણોદરમાં પણ આજ પ્રકારે પ્રિન્ટરની મદદથી નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં ઓછી સમજ અને શિક્ષણ ધરાવતા લોકોને નકલી નોટો પકડાવી દેવામાં આવે છે. ત્યારે આ નકલી નોટોના કૌભાંડ મામલે ઊંડી તપાસ થાય તે સમયની માંગ ઉભી થઇ છે.