ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો મલ્ટીપ્લેક્ષ માલિકો સામે લૂંટ ચલાવતા હોવાનો આક્ષેપ

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ થિયેટર માલિકોની સામે નારાજગી વ્યક્ત કરી ગુજરાતી ફિલ્મો દેખાડતા થિયેટર માલિકો લૂંટ ચલાવતા હોવાના આક્ષેપો કર્યો છે. ગુજરાતી ફિલ્મ નિર્માતા સંઘનો દાવો છે કે, થીયેટર માલિક ટીકીપ પર 25 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉઘરાવે છે તે ખોટો છે તે બંધ થવો જોઇએ તો મલ્ટીપ્લેક્ષ ઓશોશીએશનના કહેવા પ્રમાણે થીયેટરના મેઇન્ટેનન્સ માટે આ ચાર્જ લવેયા છે.

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ કર્યો મલ્ટીપ્લેક્ષ માલિકો સામે લૂંટ ચલાવતા હોવાનો આક્ષેપ

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ થિયેટર માલિકોની સામે નારાજગી વ્યક્ત કરી ગુજરાતી ફિલ્મો દેખાડતા થિયેટર માલિકો લૂંટ ચલાવતા હોવાના આક્ષેપો કર્યો છે. ગુજરાતી ફિલ્મ નિર્માતા સંઘનો દાવો છે કે, થીયેટર માલિક ટીકીપ પર 25 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉઘરાવે છે તે ખોટો છે તે બંધ થવો જોઇએ તો મલ્ટીપ્લેક્ષ ઓશોશીએશનના કહેવા પ્રમાણે થીયેટરના મેઇન્ટેનન્સ માટે આ ચાર્જ લવેયા છે.

ગુજરાતી ફિલ્મ નિર્માતા કરતાં કરતા થિયેટર માલિકો વધારે નફો લઇ જતા હોવાના આક્ષેપ સાથે ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ એકઠા થઇ થીયેટર અને મલ્ટીપ્લેક્ષ સામે મોરચો માંડ્યો ગુજરાતી અદાકાર મનોજ જોશીએ તેમની વતી આગેવાની લઇ કહ્યુ કે, થીયેટર માલિક ટીકીપ પર 25 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉઘરાવે છે તે ખોટો છે તે બંધ થવો જોઇએ.

થિયેટર માલિકો સર્વિસ ચાર્જ વસૂલીના શકે અન્ય રાજ્યમા સાતથી લઇ 10 રૂપિયા ચાર્જ છે. જ્યારે ગુજરાતમાં તે 25 રૂપિયા છે તેમણે ઉમેર્યુ કે, સર્વિસ ચાર્જ બંધ નહિ થાય તો હુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગશે આ અંગે તેમણે સરકારમાં રજુઆત કરી છે. અને છતાં જો કોઇ નિર્ણય નહિ આવેતો નિર્માતા આંદોલન કરશે.

વરસાદી માહોલ વચ્ચે જમજીરનો ધોધ થયો સક્રીય, સહલાણીઓનો લાગ્યો જમાવડો

ગુજરાતના મલ્ટીપ્લેક્ષ એશોશીએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ફિલ્મનું ચાલવુ ના ચાલવુ તેની ક્વોલીટી પર આધાર રાખે છે. જો ફિલ્મ સારી હોય તો દર્શકો આવે અને નફો થાય પણ જો ફિલ્મ સારી ન ચાલેતો દર્શકો મળતા નથી સારી ફિલ્મ બનાવવી નિર્માતાના હાથમાં છે. જે રીતે ગુજરાતની ફિલ્મોની ટીકીટ પર સર્વિસ ચાર્જ લેવાય છે તે રીતે હિન્દી ફિલ્મો પર પણ સર્વિસ ચાર્જ લેવાય છે. 

જે નુકસાનની રાવ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ પાડી રહ્યા છે તેવી જ રાવ હિન્દી ફિલ્મ નિર્માતાઓની પણ છે અને જે સર્વિસ ચાર્જ લેવામાં આવે છે તે થીયેટરના મેઇન્ટેન્સ માટે લેવાય છે. છતાં જો સરકાર મનાઇ ફરમાવશે તો તે ચાર્જ લેવાનુ બંધ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓએ આ મુદ્દે સરકારને રજુઆત કરી છે જો કે થીયેટર માલિકો પણ પોતાનેના પરવડતુ હોવાની રાવ કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ શું આવે છે તેના પર ગુજરાતી દર્શકોની નજર ટકેલી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news