વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કિનારાના ગામોમાં પરિસ્થિતિ બની તંગ, 500નું સ્થાળાંતર
ભારે વરસાદેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાદરા તાલુકાના કિનારેના ગામોમાં પરિસ્થિતિ તંગ બની છે. હુસેપુર,મેંઢાદ, વિરપુર સહિતના ગામોમાં 500 ઉપરાંત પુર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાદડ ગામમાં વહિવટતંત્રની સાથે ધારાસભ્યએ પણ પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાકને પણ વ્યાપક પ્રમાણે નુકશાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.
Trending Photos
મીતેશ માલી/પાદરા: ભારે વરસાદેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાદરા તાલુકાના કિનારેના ગામોમાં પરિસ્થિતિ તંગ બની છે. હુસેપુર,મેંઢાદ, વિરપુર સહિતના ગામોમાં 500 ઉપરાંત પુર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાદડ ગામમાં વહિવટતંત્રની સાથે ધારાસભ્યએ પણ પુર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પાકને પણ વ્યાપક પ્રમાણે નુકશાન થયાનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે.
છેલ્લા 4 દિવસથી પાદરાના વિશ્વમિત્રી નદી કિનારાના ગામોમાં પુરની પરિસ્થિતિનું નિમ્ન થતા વહીવટીતંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે. ત્યારે હજુ પણ વરસાદ ખમ્મા નહિ થતા દરેકની ચિંતામાં વધારો થવા પામ્યો છે. પાદરા તાલુકાના વિશ્વમિત્રી નદી કિનારાના હુસેપુર, મેઢાદ, કોઠવાળા, સહિતના ગામોમાં 500 ઊપરાંત પુર પીડિતોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પાદરા તાલુકા વિકાસ અધિકારી સહિત પાદરાના ધારાસભ્ય જશપાલસિંહએ પણ સાદડ ગામની પુર પીડિતોની મુલાકાત લીધી હતી. જ્યાં સાદડ ગામના ગ્રામજનો સાથે મુલાકાત લીધી હતી.
જ્યાં બોટમાં બેસીને સાદડ ગામની મુલાકાત લીધી જેમની સાથે, જિલ્લા પંચાયતના માજી કારોબારી ચેરમેન સહિત ના આગેવાનોએ મુલાકાત લીધી હતી. પાદરા તાલુકા શહેર સહિતના આમો પણ નદીના પાણી વ્યાપક પ્રમાણે અસર થવા પામી હતી. પાકને પણ ભારે નુકશાન થવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે