Bardoli Gujarat Chutni Result 2022: દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમી રાજકીય રીતે આજે પણ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જો કે શરૂઆતમાં અહીં કોંગ્રેસનો દબદબો હતો પણ નવા સીમાંકન બાદથી અહીં ભગવો લહેરાયો છે. નવા સીમાંકન બાદ બારડોલી વિધાનસભા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ બેઠક પર કુલ 2,25,423 મતદારો છે. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    સુરતની મહુવા અને બારડોલી વિધાનસભાની મતગણતરી પૂર્ણ

  • સુરત મહુવા અને બારડોલીનું પરિણામ જાહેર

  • 91000+ ની લીડ સાથે ઈશ્વર પરમાર વિજેતા

  • મહુવાથી મોહન ડોઢીયા વિજેતા


2022ની ચૂંટણી
2022 વિધાનસભા ચૂંટણી જંગમાં ભાજપે જુના ધારાસભ્યને ફરીથી રિપિટ કરતા ઇશ્વરભાઇ પરમારને ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસ તરફથી પન્નાબેન પટેલ અને આમ આદમી પાર્ટી તરફથી રાજેન્દ્ર સોલંકી ઉમેદવાર છે.


2017ની ચૂંટણી
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે રિપિટની થિયરી અપનાવીને ઈશ્વરભાઈ પરમારને જ ફરી ટીકીટ આપી હતી. ભાજપ ઉમેદવાર ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસ ઉમેદવાર તરુણ વાઘેલાને 34,854 મતોથી હરાવ્યા હતા. 


2012ની ચૂંટણી
નવા સીમાંકન બાદ યોજાયેલ વર્ષ 2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપના ઈશ્વરભાઈ પરમારે કોંગ્રેસના નીતિનભાઈ રાણાને 22,272 મતોથી હરાવીને જીત મેળવી હતી.