Pandemic Alert : ન માત્ર ગુજરાતમાં પણ આખા દેશમાં ડેન્ગ્યુનો કહેર વરસી રહ્યો છે. ડેન્ગ્યુના કેસ હવે દર્દીઓને મોત તરફ લઈ જઈ રહ્યાં છે. ત્યારે હવે ડેન્ગ્યુથી ડરવાનો સમય આવી ગયો છે, કારણ કે ડેન્ગ્યુની નવી પેટર્ન વધુ ઘાતક બની છે. નવા પ્રકારના ડેન્ગ્યુએ પોતાની પેટર્ન બદલી છે. ડેન્ગુયુ પહેલીવાર પકડાતો નથી અને 5 માસ બાદ ફરી તાવ આવે તો દર્દી ગંભીર બને છે. આમ, હવે આ લક્ષણો પણ જાણી લેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેન્ગ્યુની નવી પેટર્ન વધુ ઘાતક
સામાન્ય રીતે ચોમાસામાં બીમારીઓ વકરતી હોય છે. એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં દર્દીઓની સંખ્યામાં એકાએક વધારો થાય છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા મલેરિયાના કેસ ટપોટપ વધી જાય છે. આવામાં હવે જીવલેણે ડેન્ગ્યુ પણ પોતાની પેટર્ન બદલી રહ્યો છે. તબીબોનું કહેવું છે કે, ડેન્ગ્યુની નવી પેટર્ન વધુ ઘાતક છે. આ સાથે જ ડેન્ગ્યુનાં લક્ષણોમાં ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વખતે સામાન્ય તાવથી શરૂ થઈ ડેન્ગ્યુની અસર લીવર, કિડની, ફેફસાં અને મગજ સુધી પહોંચે છે. જો બેદરકારી દાખવવામાં આવે તો મોતના મુખમાં પણ ધકેલી દે છે.


નવી આગાહીથી સાવધાન : ગુજરાતના અડધો ડઝન જિલ્લાઓમાં આજે અતિથી ભારે વરસાદની આગાહી


ડેન્ગ્યુની નવી પેટર્ન - સેકન્ડરી ડેન્ગ્યુ
પહેલા ડેન્ગ્યુની સામાન્ય સારવારથી દર્દીનો જીવ બચી જતો હતો, પરંતું હવે એવુ નથી થઈ રહ્યું. એકવાર ડેન્ગ્યુનો દર્દી સાજો થયા બાદ તેને ફરીથી ડેન્ગ્યુ થઈ રહ્યો છે. સારવાર બાદ પાંચ-છ મહિના બાદ ફરીથી તાવ આવે છે. આવા કેસમાં દર્દીને જીવનુ જોખમ વધી જાય છે. ડેન્ગ્યુની આ નવી પેટર્નને સેકન્ડરી ડેન્ગ્યુ કહેવાય છે. આ કેસમાં જો કાળજી રાખવામાં ન આવે તો દર્દીનું મોત પણ થઈ શકે છે. 


શુ છે સેકન્ડરી ડેન્ગ્યુના સંકેત
5-6 મહિના પહેલાં ડેન્ગ્યુ થયો હોય પણ રિપોર્ટમાં ન આવે અને ફરી તાવ આવે. ડેન્ગ્યુના દર્દીનું અચાનક બ્લડ પ્રેશર ઘટી જવું, પ્લેટલેટ ઘટી જવા સાથે મોઢા, પેશાબ કે મળ માર્ગે બ્લીડિંગ શરૂ થઈ જવું. જો આવું હોય તો સ્થિતિ ગભીર છે. ડેન્ગ્યુમાં ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો દિવસ ક્રિટિકલ કહેવાય. આ દિવસોમાં વધુ સાવધાની રાખવી જોઈએ. ઊલટી થાય, અસહ્ય પેટમાં દુ:ખે, પેટ ફુલે, ખુબ થાક લાગે અને નાકમાંથી કે મોઢામાંથી લોહી નીકળે છે.


ચાલુ મેચમાં બોક્સર સાથે મોટી દુર્ઘટના, માથામાં પંચ વાગતા બ્રેઈનડેડ થયો, જીવન-મરણનો સ


તબીબોનુ કહેવુ છે કે, તાવ આવે તો ભૂલથી પણ પેરાસિટામોલ સિવાય દુખાવાની બીજી દવા ન લેવી. આ ભૂલને કારણે તમારા પ્લેટલેટ વધુ ઘટી જશે. પ્લેટલેટ ઘટશે તો દર્દીનું પ્રેશર પણ ડાઉન જશે. બ્લીડિંગ અને કોમ્પ્લિકેશન પમ વધી જશે. આવા સમયે દર્દીને આરામની ખાસ જરૂર હોય છે. ઝડપી સારવાર મળે તો દર્દીનો જીવ બચી શકે છે. આ વખતના ડેન્ગ્યુમાં તીવ્રતા વધારે જોવા મળી છે. પહેલા બે દિવસમાં વ્યવસ્થિત સારવાર મળે તો તેને અટકાવી શકાય છે. 


ડેન્ગ્યુની આક્રમકતા વધી
આ વર્ષે ડેન્ગ્યુની આક્રમકતા વધારે હોય એવું લાગી રહ્યું છે. કુદરતનો નિયમ છે, તમે જેને વીક પાડવા કોશિશ કરો એ પાછું પોતાની રીતે સ્ટ્રોંગ થવા માટે કોશિશ કરતું જ હોય છે. પાછલાં ત્રણ ચાર વર્ષમાં ડેન્ગ્યુની આક્રમકતા ખૂબ જ ઘટી ગઈ હતી, પણ આ વખતે વાઇરસે આક્રમકતા વધારી છે. આક્રમકતા વધવાને કારણે તાવ લાંબો સમય સુધી રહે છે. દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ વધારે ઘટી જાય છે. લિવર પર સોજો આવી જાય છે અને બ્લડપ્રેશર પણ ઘટવા લાગે છે. આના કારણે આ વખતે ફ્રિક્વન્ટલી ડોક્ટરને મળતા રહેવું હિતાવહ છે. ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ કઢાવવો. પછી એને દેખાડી દવા લેવી અને પૂરતો આરામ કરવો દર્દી માટે હિતાવહ છે. આ 10થી 15 દિવસ સુધી વધુ ને વધુ પ્રવાહી પીવાનું રાખવું, જેનાથી ડેન્ગ્યુની આક્રમકતા ઓછી થઇ શકે છે.  


જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતું