Savli News : વડોદરા સાવલીમાં સામંતપુરા ગામમાં કરોડોના જમીન કૌભાંડનો ખુલાસો થયો છે. બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. 8 જેટલી વિધવા મહિલાઓની જમીનોમા અજાણ્યા ઇસમોના નામ દાખલ થયા છે. ખોટા મરણ દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દેવાયું છે. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી છે. ધારાસભ્ય કેતન ઈનામદાર મહિલા ખેડૂતોને સાવલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સાવલી પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા અને સરકારી અધિકારીઓ સામે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ધારાસભ્ય કેતન ઈનામદારે આક્ષેપ મૂક્યો કે, જમીન પચાવી પાડવામાં સાવલી રેવન્યુ વિભાગના કર્મચારી અધિકારી, મોટા માથાઓની સંડોવણી છે. લોકોને બોગસ ખેડૂત બનાવી દેવાયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય કેતન ઈનામદારે રજૂઆત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટી, મામલતદાર મહેસૂલ, મહેસૂલ વિભાગના અધિકારીઓની સંડોવણી 
સાવલીમાં બોગસ ખેડૂત બનવાના મામલે 8 વિધવા મહિલાઓના પતિના ખોટા મરણના દાખલા અને પેઢીનામા બનાવ્યાનો આક્ષેપ ઉઠ્યો છે. ખોટા ખેડૂતો બનવા કેટલાક ઈસમોએ અધિકારીઓની મિલીભગતથી ગેરરીતિ આચરી છે. આ કેસમાં સાવલી મહેસૂલ વિભાગના અધિકારીઓની સંડોવણી હોવાની શક્યતા છે. ખોટા પેઢી નામા અને ખોટા મરણના દાખલા બનાવ્યા છે. જે લોકોના નામ દાખલ કરવામાં આવ્યા તેમના પણ ખોટા આધાર કાર્ડ કે દાખલા બનાવ્યા હોવાની શક્યતા છે. તલાટી, મામલતદાર મહેસૂલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાની શક્યતા છે. 


BMW અકસ્માત કેસમાં મોટો વળાંક : આરોપી પોલીસના નાક નીચેથી ગાડી હંકારીને ભાગ્યો હતો


મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ 
વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનમદારે મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખ્યો છે. તેઓએ પોતાના વિસ્તારના અમુક લોકોએ ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત વારસદાર બન્યા હોવાની રજૂઆત કરી. તેમજ તલાટીઓ દ્વારા ખોટા દસ્તાવેજ બનાવી આપી ને ખોટા ખેડૂત ખાતેદાર બનાવ્યા હોવાની રજુઆત કરી. આવી પ્રવૃત્તિ અટકાવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી.


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે


1.. ગોઠડા ખાતા નંબર 563માં સર્વે નંબર 2532/અ , 2552/2 પૈકી 1ની જમીન રંજનબેન વિઠ્ઠલભાઈ સોલંકીનો છે. તેમાં નોંધ નંબર 17930 પાડીને મંજુલાબેનને વિઠ્ઠલભાઈના પત્ની દર્શાવ્યા છે. મુસ્કાનબેન અને રેખાબેનને વિઠ્ઠલભાઈના પુત્રી દર્શાવ્યા છે. રંજનબેનને કોઈ પુત્રી જ નથી તેમ છતાં ખોટા મરણના દાખલા અને ખોટા પેઢીનામું બનાવ્યું છે. 23/ડી ની નોટિસ બજાવ્યા વિના જ એન્ટ્રી પાડી દીધી છે


2. શારદાબેન સોલંકીની ગોઠડા ગામ ની ખાતા નંબર 879 સર્વે નંબર 25 19 વાળી જમીનમાં નોંધ 18 819 પાડીને ખોટા નામો દાખલ કર્યા. બીનાબેન પ્રભાતભાઈ સોલંકી જીતેન્દ્રસિંહ રાણા ની પુત્રી દર્શાવેલ છે તેમજ મરણના ખોટા દાખલા ખોટું પેઢીના બનાવી ખોટી શહી કરી પ્રતાપ સોલંકીને કોઈ પુત્રી નથી માત્ર એક પુત્ર છે તેમ છતાંય બીનાબેનનું નામ દાખલ કર્યું


3...વિક્રમભાઈ દેસાઈભાઈ સોલંકી ની ગોઠડા ખાતા નંબર 731 સર્વે નબર 2531 વાળી જમીન મા મોહિનીબેન ને ડાયાભાઇ ની દીકરી તરીકે દર્શાવી છે જોકે ડાયાભાઈ ને કોઈ દીકરી નથી. ખોટું પેઢીનામુ કર્યું ખોટી સહીઓ કરી


4.. સોમાભાઈ પરમાર ની ગોઠડા ખાતા નબર 125 સર્વે નંબર 2848 માં વિધ્યાબેન ને રયજીભાઈ ની પુત્રી અને ખેમચંદભાઈ ની પત્ની દર્શાવી ખોટું પેઢીનામું બનાવ્યું


5. રમેશભાઈ ચતુરભાઈ પરમારની ગોઠડાની ખાતા નબર 2583 વાળી જમીનમાં મેલાભાઈ ચતુરભાઈ પરમાર, મમતાબેન ચતુરભાઈ, અનિલભાઈ તુલસીયાની પત્ની મંજુલાબેનની પુત્રીનું નામ ખોટી રીતે દાખલ કર્યું.


તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ


આ કેસમાં તપાસ કરીશું - મામલતદાર
સાવલીના સામતપુરા ગામમાં બોગસ ખેડૂત બનાવવાનો મામલે મામલતદાર પીજે પટેલે જણાવ્યું કે, કલેકટરે સમગ્ર મામલે બે દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. પ્રાથમિક રિપોર્ટ બે દિવસમાં આપી દઈશું. પેઢીનામું, મરણ દાખલા ગ્રામ પંચાયત લેવલથી તૈયાર થઈને આવે છે. આ કેસમાં ઈ ધરામાં વારસાઈની કાચી નોંધ પડે છે. ફરિયાદી, સાક્ષીઓ, વારસાઈમાં નામ ચઢાવનાર વ્યક્તિઓના નિવેદન લેવાશે.  


છપ્પનની છાતી ફુલાવી ફરતી અમદાવાદ પોલીસ વિશે તમે શું કહેશો, નબીરાઓ કેમ દેખાતા નથી?


વિધવા મહિલાઓને ટાર્ગેટ બનાવતી ટોળકી 
ધારાસભ્ય કેતન ઈમાનદારે આ અંગે જણાવ્યું કે, સાવલીમાં બોગસ ખેડૂત ખાતેદારો બનાવી જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ છે. રેવન્યુ વિભાગના અધિકારી કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. પોલીસને 3 દિવસમાં તપાસ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. કૌભાંડી ટોળકી વિધવા બહેનોને ટાર્ગેટ બનાવી રહી છે. અગાઉ વિધવા મહિલા ખેડૂતોએ સાવલી પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલાં ફરિયાદ નોંધવા અરજી આપી હતી.


ગુજરાતના આ શહેરમાં રોગચાળો ફાટ્યો, કમળો-ડેન્ગ્યુ-મેરેલિયા-ટાઈફોઈડના કેસોનો ઢગલો થયો