તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં નબીરાના કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ લગાવાઈ

Tathya Patel : અમદાવાદ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં દાખલ થઈ ચાર્જશીટ...પાંચ હજાર પાનાનું છે તથ્ય પટેલ સામેનું આરોપનામું.....ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે કેસ...

તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં નબીરાના કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ લગાવાઈ

ahmedabad iskcon bridge accident video : ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઈ છે. આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. કુલ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં 50 સાક્ષીઓના નિવેદન પણ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. તેમજ FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. સાથે જ જગુઆર કંપનીનો રિપોર્ટ પણ ચાર્જશીટમાં એડ કરવામાં આવ્યો છે. તથ્ય વિરુદ્ધ ચાર્જશીટમાં 8 જેટલી વિવિધ કલમો લગાવાઈ છે. 

ઇન્ચાર્જ CP પ્રેમવીરસિંહ યાદવે જણાવ્યું કે, તારીખ 20 તારીખે ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. આ માટે તપાસ ટીમ બનાવવમાં આવી હતી. છેલ્લા 7 દિવસથી આ તપાસ કરી આજે રિપોર્ટ આપ્યો છે. આ તપાસમાં તમામ સાયન્ટિફિક, નજરે જોનારા લોકોની તપાસ કરવામાં આવી છે. 1684 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સ્થળની તપાસ fsl ને સાથે રાખી કરવામાં આવી છે. જેગુઆર ગાડીમાં અમુક સિસ્ટમમાં, જે સિસ્ટમ જે જેમાં ગાડી ચાલતી હોય તેનું રેકોર્ડિંગ થાય છે. રેકોર્ડિંગમાં ગાડી ઓવર સ્પીડ હોય તેવું પણ જણાઈ આવે છે. નજરે જોનારા વ્યક્તિના વીડિયોમાં પણ એવું સાબિત થાય છે. પોલીસ સામે જે પડકાર હતો તેમાં મૃતકને તાત્કાલિક સારવાર મળે તે મોટો પડકાર, આરોપી પકડાય તે બીજો પડકાર હતો. ગુનામાં કોઈ મહત્વના પુરાવાનું નાશ ન થઇ જાય તે મહત્વનું હતું. પુરાવા નાશ ન થઇ જાય તે માટે તથ્યના બ્લડ સેમ્પલ ત્રણ કલાકમાં જ લઇ લીધા હતા. તથ્યની ગાડી ઓવરસ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારજનક હતું. જ્યાં વધુ અકસ્માત થતા હોય ત્યાં ટીમ ડિપ્લોય કરવામાં આવશે. 

1684 પાનાની ચાર્જશીટ
દસ્તાવેજી પુરાવા 15
પોસ્ટ મોર્ટર્મ નોટ 08
સાહેદો 191
મૃત્યુ 09
ચાર્જશીટ મુજબ મારનાર 09
164 નિયમ મુજબના નિવેદન 08
173(8) ની તપાસ ચાલુ
ઇજા પામનારા 12
બે વ્યક્તિ સારવાર નીચે
20 તારીખે ગુન્હો રજીસ્ટર અને 27 એ ચાર્જશીટ ફાઈલ
ટોટલ પંચણામાં 25
સારવાર સર્ટિફિકેટ 08
Pm નોટ માં 09 છે

  • IPCની કલમ 279 – જાહેર માર્ગ પર ભયજનક રીતે વાહન ચલાવી જાનહાની કરે તો તેવી વ્યક્તિને 6 મહિના સુધીની સજા અને દંડ થઈ શકે છે.
  • IPCની કલમ 337 – પોતાની ભુલથી બીજા લોકોના જીવ જોખમમાં મૂકવા. આ કલમ હેઠળ વધુમાં વધુ 6 મહિનાની સજાની જોગવાઈ છે.
  • IPCની કલમ 338 - કોઈ ભયજનક પ્રવૃત્તિ કરીને બીજાના જીવને જોખમમાં મુકવો. આ કલમ હેઠળ 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
  • IPCની કલમ 304 - હત્યા ન ગણાય તેવા ગુનામાં મનુષ્યવધ માટે સજા. આ ગુનામાં 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ
  • IPCની કલમ 504 – શાંતિ ભંગ થાય તેવું કૃત્ય કરવામાં આવે ત્યારે જો ગુનો સાબિત થાય તો બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.
  • IPCની કલમ 506 (2) – મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની ધમકી માટે આ કલમ દાખલ થાય છે, જેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે.
  • IPCની કલમ 114 - ગુનાના સમયે વ્યક્તિની હાજરી હોવી.
  • તે ઉપરાંત મોટર વ્હીકલ ઍક્ટની કલમ 177, 184 અને 134(બ) કલમો એફઆઈઆરમાં દાખલ કરવામાં આવેલી છે.
  • Ipc ની કલમ 308 ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જેમાં સાત વર્ષ ની સજાની જોગવાઈ

 

- નબીરા તથ્ય વિરુદ્ધ તૈયાર કરાય 5000 પાનાની ચાર્જશીટ #tathyapatel #Ahmedabad #roadaccident #ZEE24kalak pic.twitter.com/H1DCnyFj80

— Zee 24 Kalak (@Zee24Kalak) July 27, 2023

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલા અકસ્માત મામલે આજે તપાસ અધિકારી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અકસ્માતના 7 દિવસમાં ચાર્જશીટ કરવાની હતી. આ કેસમાં તથ્યની સાથે અકસ્માત સમયે જે મિત્રો ગાડીમાં હાજર હતા. માલવિકા, ધ્વનિ,શાન, અને શ્રેયા , આર્યન  ના કોર્ટ સમક્ષ કલમ 164 મુજબ નિવેદન લેવાઇ ગયા છે. આ કેસમાં નીતા દેસાઇ-ડિસીપી ટ્રાફિક તપાસ અધિક છે, તેઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news