આ રસ્તાઓ પર નીકળતા પહેલા સાવધાન, અહીં ફરી રહ્યું છે હરતુ ફરતું મોત!
પાટણમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. નોરતા ગામે રહેલા વૃદ્ધ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા. ગાડાજી ઠાકોર નામના વૃદ્ધ આખલાની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ઝી ન્યૂઝ/પાટણ: શહેરના રસ્તાઓ પર નિકળતા પહેલા સાવધાન રહેજો. અહીં હરતુ ફરતું મોત રસ્તા પર ફરી રહ્યું છે. જે છેલ્લા સવા મહિનામાં બે લોકોના જીવ લઈ ચુક્યું છે. તો છેલ્લા ત્રણ દિવસમાં બે લોકોને ઘાયલ કર્યા છે પણ તંત્ર કાંઈ પણ કરવા માટે અસમર્થ છે. હવે તમારા મનમાં સવાલ થશે કે શું છે પાટણ શહેર અને જિલ્લાની સૌથી મોટી સમસ્યા કે આજે રસ્તા પર નીકળવું પણ ભારે બની રહ્યું છે.
પાટણમાં રખડતા ઢોરના કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. નોરતા ગામે રહેલા વૃદ્ધ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આખલાએ તેમને અડફેટે લીધા હતા. ગાડાજી ઠાકોર નામના વૃદ્ધ આખલાની અડફેટે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આખલાએ વૃદ્ધને છાતી અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જે જીવલેણ નિવડી હતી.
આ શું વાસ્મોની ઓફિસમાં અધિકારીને કામમાં રસ જ નથી? આવું અમે નહીં.... આ VIDEO જ કહી રહ્યો છે...
પાટણમાં રખડતા ઢોરના કારણે જીવ ગયા હોય તેવો આ પહેલો કિસ્સો નથી. ગયા મહિને જ 18 વર્ષના યુવાનનું આખલાની અડફેટે મૃત્યુ થયું હતું. તો આજે વધુ એક વ્યક્તિ આખલાની અડફેટે ઘાયલ થયા છે. જેઓ હાલ સારવાર લઈ રહ્યા છે. પાટણમાં રસ્તે રઝળતાં ઢોરને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ હોવાનો પ્રહાર ધારાસભ્યએ કર્યા છે.
વાહનચાલકો માટે મોટા સમાચાર: સવા લાખથી વધુ પાકા લાયસન્સનું કામ અટક્યું, આ વખતે કારણ છે મોટું
નોંધનીય છે કે, પાટણના લોકોને પડતી આ સમસ્યાની નગરપાલિકાને જાણ છે પણ આજ સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જવાબદારી અધિકારીનું કહેવું છે કે, તેઓ આ મામલે ચિંતિત છે અને એક્શન પ્લાન તેઓ બનાવી રહ્યા છે. તંત્રએ વાયદો તો આપી દીધો, ધારાસભ્યએ તંત્રની નિષ્ફળતા પર પ્રહાર પણ કરી દીધા. પણ સવાલ એ છે કે, સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? શું ખરેખર તંત્ર પાસે કોઈ એક્શન પ્લાન છે કે પછી લોકોને હજી પણ રસ્તે રઝળતા આતંકનો સામનો કરતો રહેવો પડશે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube