'ACમાં બેસીને સાહેબ ગેમ રમવામાં વ્યસ્ત છે...', આવું અમે નહીં, વાસ્મોની ઓફિસમાંથી વાયરલ VIDEO કહી રહ્યો છે...

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો વાસ્મો ઓફિસનો આ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે આવા અધિકારીઓ પર તંત્ર પગલાં ભરે તેવી અરજદારોની માંગ ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે, જિલ્લામાં સરકારી કામ ન થવાના કારણે લોકોમાં પહેલાથી રોષ જોવા મળી રહ્યો છે.

'ACમાં બેસીને સાહેબ ગેમ રમવામાં વ્યસ્ત છે...', આવું અમે નહીં, વાસ્મોની ઓફિસમાંથી વાયરલ VIDEO કહી રહ્યો છે...

મયુર સંધી/સુરેન્દ્રનગર: સરકારના લાખો રૂપિયાના પગારદાર કર્મચારીઓની આડડોઈની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં એ.સી. ઓફિસમાં ટેબલ પર પગ ચડાવી અને મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ હોવાનો વીડિયો વાઇરલ થયો છે. જેણા કારણે ખળભળાટ મચ્યો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના જલભવનમાં આવેલ વાસ્મોની મુખ્ય ઓફિસના અધિકારીનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં સરકારના લાખો રૂપિયાના પગારદાર કર્મચારી એ.સી.ઓફિસમાં ટેબલ પર પગ ચડાવી અને મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક તરફ જિલ્લામાં વાસ્મો દ્વારા કરવામાં આવતા કામોમાં ભસ્ટાચારની ફરિયાદ ઉઠી છે, ત્યારે અધિકારી ટેબલ પર પગ ચડાવી અને મોબાઈલમાં ગેમ રમતો વિડિઓ ઘણી બધું કહી જાય છે. આ વાયરલ વીડિયોએ અધિકારીઓની પોલંપોલ ખોલી નાંખી છે.
વાસ્મો ના કામ અર્થે ફરિયાદ કરવા ગયેલા અરજદારે કર્યો વિડિઓ વાઇરલ..

— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો વાસ્મો ઓફિસનો આ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે આવા અધિકારીઓ પર તંત્ર પગલાં ભરે તેવી અરજદારોની માંગ ઉઠાવી રહ્યા છે. મહત્વનું છે કે, જિલ્લામાં સરકારી કામ ન થવાના કારણે લોકોમાં પહેલાથી રોષ જોવા મળી રહ્યો છે. વાસ્મોના અધિકારીઓ કામમાં ભ્રષ્ટાચાર કરતાની ફરિયાદ થઈ છે. ત્યારે અધિકારીનો AC ઓફિસમાં ટેબલ પર પગ મૂકીને મોબાઈલ ગેમ રમી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે..

આ ઘટના બાદ લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે, જેમાં વાસ્મોની ઓફિસમાં અધિકારીને કામમાં રસ નથી? ઓફિસમાં કામ ન કરતા અધિકારી સામે કાર્યવાહી થશે? સરકારી કચેરીમાં આ પ્રકારની કામગીરી ક્યારે બંધ થશે? અરજદારોને હાલાકી છતા અધિકારી કેમ કામ કરતા નથી? આ અધિકારી મોબાઈલ ચલાવવાનો પગાર લે છે? જેવા અનેક વેધક સવાલાનો જવાબ કોણ આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news