Gujarati students in Canada : તાજેતરમાં જ એક ગુજરાતી વિદ્યાર્થી કેનેડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. નદી કિનારેથી તેની લાશ મળી હતી. મૂળ આણંદ પાસેના એક ગામમાં રહેતા 20 વર્ષીય વિશય પટેલ બે વર્ષ પહેલા કેનેડા ગયો હતો. પરંતુ 15 જુનના રોજ તે એકાએક ગુમ થયો હતો. તેના ચાર દિવસ બાદ તેની લાશ નદી કિનારેથી મળી આવી છે. ત્યારે વિશય પટેલના મોત અંગે મોટો ખુલાસો થયો છે. દેખાદેખીમાં કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો ચેતવણીરપ છે. કારણ કે, વિશય પટેલના મોતનુ કારણ હજી જાણી શકાયુ નથી, પરંતું જાણકારોનું કહેવુ છે કે, કેનેડામાં સ્ટડીનું પ્રેશર તે સહન કરી શક્યો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડા જનારા ગુજરાતીઓ હોંશેહોંશે લાખો ખર્ચીને ત્યાં પહોંચવા માંગે છે. પરંતું હકીકતમાં કેનેડામાં રહેવુ એટલુ સરળ નથી જેટલુ તેઓ ધારે છે. ખાસ કરીને જાણકારો કહે છે કે, દેખાદેખીમાં કેનેડા ક્યારેય ન જાઓ. કારણ કે, ત્યા સેટલ્ડ થયેલા ગુજરાતીઓનું કહેવુ છે કે, અહી બધુ બહુ જ મોંઘુ છે. ઉપરથી જીવન પણ હાડમારી ભર્યું છે. વિશયની વાત કરીએ તો તે બે વર્ષ પહેલા ધોરણ-12 ભણીને કેનેડા આવ્યો હતો. તેણે અસીનબોઈન કોલેજમાં ડિપ્લોમા કોર્સમા એડમિશન લીધુ હતુ. સારી વાત એ છે કે, તે પોતાના અંકલ-આન્ટી સાથે પહેતો હતો, અને એક મોલમાં કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. આર્થિક રીતે તેને કોઈ તકલીફ ન હતી. તેથી તેના આત્મહત્યા કરવાનુ બીજુ કોઈ કારણ ન હતું.


આગાહી કરતા પણ ખતરનાક નીકળ્યુ ગુજરાતનુ ચોમાસું : 15 દિવસનું કામ માત્ર 3 દિવસમાં કર્યુ


પરંતુ તે અભ્યાસને કારણે સતત તણાવમાં રહેતો હતો. આ કારણે તે ડિપ્રેશન પણ અનુભવતો હતો. 15 જુનના રોજ તે રાતે ઘરમાં બધા સૂઈ ગયા બાદ પોતાની ગાડી લઈને નીકળી ગયો હતો. કારણ કે, બીજા દિવસે સવારે તેનું ગ્રેજ્યુએશન હતું. પરિવારને એમ કે તે સીધો કોલેજ ગયો હશે. પરંતું બીજા દિવસે વિશય ન તો કોલેજ પહોંચ્યો, ન તો ઘર. તેની ગાડી એક મોલના પાર્કિંગ પ્લોટમાં મળી હતી. આ મોલથી માંડ 2 કિમી દૂર અસીનબોઈન નામની નદી છે. જ્યા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 


આ છે ગુજરાતની બેસ્ટ ફિલ્મો, જેને મળ્યો એવોર્ડ, તમે જોઈ કે નહિ?


આમ, કેનેડા સ્થાયી થનારા લોકોનુ કહેવુ છે કે, કેનેડામાં આવવુ હોય તો બધી રીતે તૈયાર થઈને આવવુ પડે. કારણ કે, અહીં તમારા અનેક કસોટીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મોટાભાગના લોકો અભ્યાસ માટે અહી આવે તો છે, પરંતુ અહીનો અભ્યાસ ભારત કરતા સાવ અલગ છે. તેથી વચ્ચેથી અભ્યાસ છોડવાના કિસ્સા પણ અનેક છે. તેથી અહી જો તમને કોઈ ચિંતા કે તકલીફ હોય તો સતત પરિવાર સાથે વાત કરતા રહો. ડિપ્રેશનમાં આવશો તો બધુ ગુમાવશો. 


જ્યા દર 5 મિનિટે ટ્રેન પસાર થાય છે, તેવા ડેન્જરસ રેલવે ટ્રેક પર 2 યુવકોએ Reels બનાવી