જ્યાં દર 5 મિનિટે ટ્રેન પસાર થાય છે, તેવા ડેન્જરસ રેલવે ટ્રેક પર બે યુવકોએ અડધો કલાક Reels બનાવી

Trending Reels : વડોદરામાં બે યુવાને રેલવે ટ્રેક પર મોડેલિંગ સ્ટાઇલમાં વીડિયો ઉતાર્યા... Reels ઉતારવા ટ્રેક પર 200થી 300 મીટર ચાલ્યા... 
 

જ્યાં દર 5 મિનિટે ટ્રેન પસાર થાય છે, તેવા ડેન્જરસ રેલવે ટ્રેક પર બે યુવકોએ અડધો કલાક Reels બનાવી

Vadodara News વડોદરા : આજના યુવાઓને રીલ્સ બનાવવાની ઘેલછા લાગી છે. ગમે તે જગ્યાએ તેઓ મોબાઈલ ઉપાડીને રીલ્સ બનાવવા લાગી જાય છે. પરંતુ આ ખેલ દરેક જગ્યાએ કરી શકાતા નથી. આજકાલ લોકો જોખમ હોય તેવી જગ્યાઓ પર રીલ્સ બનાવવા જાય છે. આવા અનેક રીલ્સ વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે જીવના જોખમે રીલ્સ બનાવવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વડોદરામાં રેલવે ટ્રેક પર ચાલતા બે યુવકોની રીલ્સ સામે આવી છે. જેમાં બંને રીલ્સ માટે બિન્દાસ્ત ટ્રેક પર ચાલતા જોવા મળ્યા હતા. 

આ ઘટના વડોદરા પાસેથી પસાર થતા અમદાવાદ-મુંબઇ રેલવે લાઇનની છે. જ્યાં બે યુવકોએ રેલવેના ટ્રેક પર રીલ્સ બનાવી હતી. બંને યુવાનોએ સોશિયલ મીડિયા પર છવાઈ જવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવાનોએ રેલવે ટ્રેક પર મોડેલિંગ સ્ટાઇલમાં વીડિયો ઉતાર્યા હતા. માત્ર રીલ્સ બનાવવા રેલવે ટ્રેક પર બંને 200 થી 300 મીટર સુધી ચાલ્યા છે. જે બહુ જ જોખમી છે.

અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક અત્યંત વ્યસ્ત રેલવે ટ્રેક છે. અહીં દર 5 થી 6 મીનિટે ટ્રેન પસાર થાય છે. ત્યારે આવા જોખમ ભર્યા રૂટ પર થોડી મિનિટ પણ ઉભા રહેવુ જોખમભર્યુ છે, ગમે ત્યારે ટ્રેન પસાર થઈ શકે છે. જીવ પણ જઈ શકે છે. ત્યારે બંને યુવકો 200 થી 300 મીટર બિન્દાસ્ત ચાલતા જોવા મળ્યા હતા. 

યુવાઓએ સમજી જવુ જોઈએ કે, આ કોઈ સાહસ નથી. આ જીવ સટોસટીનો ખેલ છે. જેને તમે લાઈક અને શેર મેળવવા માટે આવું ગાંડપણ નકામું છે. આ રીતે અનેક લોકોએ રીલ્સના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. છતાં કેટલાક લોકો આવી ઘટનાઓથી બોધપાઠ લેતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news