આગાહી કરતા પણ ખતરનાક નીકળ્યું ગુજરાતનું ચોમાસું : 15 દિવસનું કામ ચોમાસાએ 3 દિવસમાં કરી નાખ્યું
Gujarat Weather Forecast : સામાન્ય ધારણા મુજબ 15 દિવસના બદલે 3 દિવસમાં ચોમાસુ ફરી વળ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયું છે
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : પ્રથમ ઈનિંગમાં જ ચોમાસાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી દીધી છે. ગુજરાતમાં ચોમાસાના આગમનને હજી માત્ર બે જ દિવસ થયા છે, ત્યાં આખા ગુજરાતભરમાં ચોમાસું બેસી ગયુ છે. હાલ ગુજરાતનો કોઈ ભાગ ભીંજાવાથી ખાલી નહિ હોય. ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સુધી વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. આવામાં હવામાન વિભાગના આજના અત્યાર સુધીના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે સવારથી ગુજરાતના 49 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નવસારીમાં સૌથી વધુ સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ થતાં ગુજરાતના અનેક શહેરોમાં આજે પાણી ભરાયાના અહેવાલ છે. આ વચ્ચે ચોમાસાને લઈને એક મહત્વની માહિતી સામે આવી છે.
15 દિવસનું કામ ચોમાસાએ 3 દિવસમાં કરી નાખ્યું
ગુજરાતમાં તમામ જિલ્લામાં ચોમાસુ બેસી ગયું છે. 3 દિવસમાં આખા ગુજરાતમાં ચોમાસુ ફરી વળ્યું છે. સામાન્ય ધારણા મુજબ 15 દિવસના બદલે 3 દિવસમાં ચોમાસુ ફરી વળ્યું. માનવામાં આવી રહ્યું છે કે ચોમાસુ ખૂબ જ ઝડપથી આગળ વધી ગયું છે. આ સાથે દેશના તમામ રાજ્યમાં ચોમાસુ બેસી ગયું છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ સેવાઈ રહી છે.
હાલનું ચોમાસુ 500 ટકા ગતિએ આગળ વધી રહ્યું છે
ભારતમાં ચોમાસાની સ્થિતિ એવી છે કે, આખા ગુજરાતમાં ચોમાસું આવી ગયુ છે. ગઈકાલ સુધી જે થોડો ઘણો ભાગ બાકી હતો ત્યા પણ ચોમાસું પહોંચી ગયું છે. 1 જુનની આસપાસ ભારતમાં ચોમાસું આગળ વધી રહ્યું હતું. ભારતમાં 8 જુને ચોમાસું પહોંચી ગયુ હતું. ચોમાસુ આગળ વધે ત્યારે સૌથી છેલ્લી તારીખ 8 જુલાઈ હોય છે. 1 જુનથી 8 જુલાઈ 38 દિવસનો સમય ગણાય. 30 દિવસમાં સમગ્ર ભારતમાં ચોમાસું બેસી જાય છે. જે ચોમાસું દક્ષિણ ભારતથી આવે છે, તે મહારાષ્ટ્ર બાદ ગુજરાત આવે છે. આખા ગુજરાતને કવર કરતા 30 જુનનો સમય લાગી જાય છે. અંદાજે બધાને પાર કરતા 15 દિવસનો સમય લાગે છે. સૌથી પહેલા 25 જુને આવ્યું. ત્રણ દિવસમાં આખુ ચોમાસું ગુજરાતને પાર કરીને રાજસ્થાનમાં બેસી ગયું. જ્યા 15 દિવસનો સમય લાગે છે, તે માત્ર 3 દિવસમાં આવી ગયુ, ને રાજસ્થાન સુધી પહોચંી ગુય. જે બતેવા છે ચોમાસાની ઝડપ 500 ટકા રહી છે.
ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો#Monsoon #Monsoon2023 #Gujarat pic.twitter.com/7invn8Cbds
— Zee 24 Kalak (@Zee24Kalak) June 27, 2023
ગુજરાતમાં ક્યાં ક્યા વરસાદની આગાહી
આમ, ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમનના માત્ર ત્રણ દિવસમાં જ ચોમાસાએ ગુજરાતભરમાં ધડબડાટી બોલાવી રહી છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી.....આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી.....સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના.....ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી.....અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી....
વલસાડના ધરમપુરમાં ભારે વરસાદથી રોડ પર ભરાયા પાણી#Monsoon #Monsoon2023 #Gujarat pic.twitter.com/wO9HBgN2ss
— Zee 24 Kalak (@Zee24Kalak) June 27, 2023
ગુજરાતમાં ચોમેર વરસાદ
સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વરસાદનું જોર જોવા મળ્યું. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ. શહેરના માધાપર ચોકડી, રામાપીર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જેના કારણે લોકોની મુશ્કેલી વધી. રાજકોય શહેરની સાથે જેતપુર, ધોરાજી જેવા તાલુકામાં પણ વરસાદ પડ્યો. તો કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. અબડાસાના મોથાળા, કોઠારામાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો અમરેલીના સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ છે. વલસાડનું ઉમરગામ આજે પણ ધોધમાર વરસાદથી પાણી પાણી થયું. તો નવસારી શહેર અને તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે. સવારના છ કલાકમાં અહીં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો. તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદથઈ પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી. જો કે, આ વરસાદ ખેડૂતો માટે સારી વાવણીની આશા લઈને આવ્યો છે.
આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના #Monsoon #Monsoon2023 #Gujarat pic.twitter.com/mzyc60ol46
— Zee 24 Kalak (@Zee24Kalak) June 27, 2023
ગઢડા તાલુકાના લાખણકા ગામે આભ ફાટ્યું
બોટાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. બોટાદના પાળિયાદ રોડ પર મહિલા કોલેજ પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો લાખણકા ગામે દોઢ કલાકમાં અંદાજે ૩ થી ૪ઈંચ જેટલો વરસાદ ખાબકીયો હોવાનુ અનુમાન છે. લાખણકા ગામે સાબેલાધાર વરસાદથી ગામના ખેતરો પાણી પાણી થયા છે. લાખણકા ગામના ચેકડેમો પણ છલકાયા છે. લાખણકા, ઈશ્વરીયા, ખોપાળા, ઉગામેડી સહિતના ગામે મન મૂકીને વરસાદ વરસ્યો છે. બોટાદ, રાણપુર, ગઢડા સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઉગામેડી ગામે ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે