સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. આ વરસાદ બાદ ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો હવે રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નથી. રાજ્યમાં આ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં અમદાવાદ સહિત કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો ઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આવતીકાલથી બે દિવસ પવન ફુંકાવાને કારણે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે કહ્યું કે, હાલમાં વરસાદ પડશે નહીં. રાજ્યમાં ઉત્તરીય પવનની લહેરને કારણે આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફુંકાશે. 


આ પણ વાંચોઃ GPSCએ જાહેર કર્યું ભરતી કેલેન્ડર-2023, જાણો ક્યા મહિનામાં કઈ પરીક્ષા લેવાશે


ખેડૂતો માટે રાહતના સમાચાર
રાજ્યમાં માવઠાને કારણે વરસાદ આવ્યો હતો. આ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોએ હવે માવઠાનો સામનો કરવો પડશે નહીં. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની શક્યતા નથી. જેના કારણે ખેડૂતોને રાહત મળી શકે છે. 


રાજ્યમાં ફરી ઠંડી જોવા મળશે
રાજ્યમાં પડેલા માવઠાને કારણે ઠંડી પર અસર જોવા મળી હતી. કેટલીક જગ્યાએ ઠંડી ઓછી થઈ ગઈ હતી. તો ધૂમ્મસને કારણે વહેલી સવારે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ હવે વરસાદની શક્યતા નથી. એટલે કે રાજ્યમાં ફરી તાપમાન ઘટશે અને લોકોને ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે એટલે લે લોકોએ ફરી ઠંડીનો સામનો કરવો પડશે. 


આ પણ વાંચોઃ 22 વર્ષ પછી આસારામને મળશે તેના 'પાપ'ની સજા, પત્ની અને દીકરી નિર્દોષ, જાણો સમગ્ર કેસ


તાપમાનમાં થશે ઘટાડો
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે. એટલે કે ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલો ઘટાડો થવાને કારણે લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. એટલે કે રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube