22 વર્ષ પછી આસારામને મળશે તેના 'પાપ'ની સજા, પત્ની અને દીકરી નિર્દોષ, જાણો શું હતો સમગ્ર કેસ

પાખંડી ધર્મગુરૂ આસારામને વધુ એક ઝટકો લાગ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટો બળાત્કાર કેસમાં આસારામને દોષી જાહેર કર્યાં છે. હવે આવતીકાલે આસારામની સજાનું એલાન થશે. આ કેસમાં અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

22 વર્ષ પછી આસારામને મળશે તેના 'પાપ'ની સજા, પત્ની અને દીકરી નિર્દોષ, જાણો શું હતો સમગ્ર કેસ

ગાંધીનગરઃ Asaram rape case Verdict : જોધુપુરની જેલમાં બંધ આસારામને વધુ એક ઝટકો લાગ્યો છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યો છે. સુરતની બે બહેનો પર બળાત્કાર કેસમાં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. હવે આવતીકાલે સવારે આસારામની સજાનું એલાન કરવામાં આવશે. આ કેસમાં કુલ સાત આરોપી સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આસારામ સિવાય 6 આરોપીઓને પૂરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કર્યાં છે. 

આસારામ અને નારાયણ સાંઈ સામે ફરિયાદ
વર્ષ 2013માં સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેમના પિતા આસારામ પર બળાત્કાર મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ બંનેમાંથી નાની બહેને ફરિયાદમાં કહ્યું હતું કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005ની વચ્ચે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. યુવતીના કહેવા પ્રમાણે તેઓ જ્યારે આસારામના સુરતમાં આવેલાં આશ્રમમાં રહેતાં હતાં ત્યારે તેમની સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તો મોટી બહેને ફરિયાદમાં આસારામ વિરુદ્ધ બળાત્કારના આરોપો કર્યા હતા. તેના કહેવા પ્રમાણે તેઓ 1997થી 2006 વચ્ચે અમદાવાદમાં આવેલા આસારામના આશ્રમમાં રહેતાં હતાં. આ સમયગાળા દરમિયાન આસારામે તેમના પર વારંવાર બળાત્કાર ગુજાર્યા હતા. બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જે બાદ પોલીસે નારાયણ સાંઈ સામે બળાત્કાર, જાતીય હુમલો, ગેરકાયદે કેદ કરી રાખવા અને અન્ય ગુનાઓ નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે 6 ઑક્ટોબર, 2013ના રોજ નારાયણ સાંઈ દ્વારા સુરતના જંહાગીરપુરા આશ્રમ સ્થિત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી.  2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી. ત્યારબાદ જેલમાં બંધ આસારામ બાપૂને કોર્ટ પાસેથી જામીનની માંગ કરી હતી.

આ લોકો નિર્દોષ
ગાંધીનગર સેશન્સ કોર્ટે આ કેસમાં આસારામને દોષી ઠેરવ્યા છે. આ કેસમાં આસારામના દીકરી અને પત્નીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે પુરાવાના અભાવે આ લોકોને નિર્દોષ જાહેર કર્યાં છે.  લક્ષ્મીબેન (આસારામના પત્ની), નિર્મલાબેન લાલવાણી, મીરાબેન કાલવાણી, ધ્રુવબેન બાલાણી અને જસવંતીબેન ચૌધરીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

જોધપુરની જેલમાં બંધ છે આસારામ
આસારામ દુષ્કર્મના અન્ય એક કેસમાં સજા પડી હોવાને કારણે જોધપુર જેલમાં બંધ છે. આસારામ છેલ્લા આઠ વર્ષથી જેલમાં બંધ છે. થોડા સમય પહેલા તેમણે જામીન પણ માંગ્યા હતા. પરંતુ કોર્ટે જામીન અરજી નકારી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news