Inflation : ગુજરાતીઓના માથા પર વધુ એક બોજો ગુજરાત સરકાર નાંખવા જઈ રહી છે. ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોના માથા પર હવે લાઈટબિલમાં વધારો ઝીંકાશે. વીજળી બિલમાં ફરી યુનિટ દીઠ 25 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે લોકોએ વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહેવું પડશે. ખાનગી વીજ ઉત્પાદકોના લાભાર્થે યુનિટે 25 પૈસા વધતા હવે 1.65 કરોડ ગ્રાહકો પર દર મહિને 250 કરોડનો બોજો આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વીજ નિયમન પંચે ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ એફપીપીએની ફોરમ્યુલા હેઠળ ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 25 પૈસા વધારે લેવાની મંજૂરી આપી છે. ત્યારે હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના બીલમાં 25 પૈસા વધારા સાથેનું બિલ ભરવા માટે તૈયાર રહો. આમ, કુલ વધારા સાથે યુનિટ દીઠ એફપીપીઓ વધીને 3.35 થઈ ગયા છે. 


કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી


ગુજરાત વીજ નિયમન પંચે આપેલી આ મંજૂરી બાદ હવે ગુજરાતના 1.65 કરોડ વીજ ગ્રાહકોના માથા પર મોટો બોજો ઝીંકાશે. વર્ષ 2023-24 માં 3000 કરોડનો વીજ ખર્ચનો બોજો ગ્રાહકો પર આવશે. 


રહેઠાણના યુનિટ દીઠ વીજ ચાર્જ હવેથી 8.54 રૂપિયા થશે 


  • ફિક્સ ચાર્જ - 70 રૂપિયા

  • વીજ વપરાશનો ચાર્જ - 745 રૂપિયા

  • એફપીપીએ - 670 રૂપિયા

  • કુલ વીજળીનું બિલ - 1485 રૂપિયા

  • વીજકર 15 ટકા - 223 રૂપિયા

  • કુલ બિલ - 1708 રૂપિયા

  • યુનિટ દીઠ વીજ ચાર્જ - 08.54 રૂપિયા 


તોફાની વરસાદનું એલર્ટ : ગુજરાતના કયા જિલ્લામાં રેડ, ઓરેન્જ, યલો એલર્ટ છે તે ખાસ જાણો


આ ભાવ વધારા પરથી લાગે છે કે, ગુજરાત ઉર્જાન વિકાસ નિગમ લિમિટેડ કંપનીઓ ગ્રાહકોના ખિસ્સા ખંખેરવા બેઠી છે. કંપનીઓ મોંઘા ભાવની વીજળીઓ ખરીદ્યા કરે છે, જેને કારણે ગ્રાહકોના માથા પર બોજ વધી રહ્યો છે.  તો તેની સામે વીજ ઉત્પાદનો કરતા પ્લાન્ટમાં પણ વીજળીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. વણાકબોરી પ્લાન્ટ અને ઉકાઈનો પ્લાન્ટ તેમની ક્ષમતા કરતા ઓછું વીજળી ઉત્પાદન કરી રહ્યાં છે. તેની સામે ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી આયાતી કોલસાથી વીજળી પેદા કરતી કંપનીઓ પાસેથી યુનિટ દીઠ ઉંચા ભાવે વીજળી ખરીદવામાં આવી રહી છે.   


જુનાગઢની માઠી દશા બેઠી, માણાવદર-માંગરોળમાં પંથકમાં બારેમેઘ ખાંગાથી ચોતરફ પાણી જ પાણી