જુનાગઢની માઠી દશા બેઠી, માણાવદર-માંગરોળમાં પંથકમાં બારેમેઘ ખાંગાથી ચોતરફ પાણી જ પાણી

Junagadh Rain : સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં... કપાસ, મગફળી અને સોયાબીનના પાકને મોટું નુકસાન,,, ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવા કરી માગ

જુનાગઢની માઠી દશા બેઠી, માણાવદર-માંગરોળમાં પંથકમાં બારેમેઘ ખાંગાથી ચોતરફ પાણી જ પાણી

Gujarat Weather Forecast : ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં જુનાગઢની માઠી દશા બેઠી છે. જુનાગઢના અનેક તાલુકામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આખું સૌરાષ્ટ્ર સાંબેલાધાર વરસાદથી બેટમાં સર્જાયું છે. માંગરોળ પંથકમાં ગયકાલે બાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને ફરી ગત મોડીરાત્રે માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂઆત થઇ હતી જેથી માંગરોળ પંથકમાં ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોનાં ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડૂતોના ખેતરોના ધોવાણ થયા વળી ખેડુતોને મગફળીના વાવેતરમાં ભારે નુકસાની થવાની શક્યતા શેવાઇ રહી છે.

જ્યારે હાલ માંગરોળનાં ઘેડ પંથકમાં ફરી એકવાર જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે અને ઘેડ પંથકના લોકોનાં ઘરોમાં કમરડુબ પાણી ભરાયાં છે જેથી હાલ માંગરોળ પંથકમાં ખેડુતો તેમજ લોકોની પરિસ્થિતિ દયનીય બની ચૂક્યું છે. જ્યારે હાલ તો ઘેડ પંથકમાં મકાનો ડુબી રહ્યાં છે તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને લોકોના રહેવા માટેનાં મકાનો પાણીમાં ડુબી ગયા હોવાથી બીજાનાં ઘરેપણ આશરો લેવા મજબૂર બન્યા છે. બીજી તરફ હાલ લોકોનાં ઘરોમાં પાણી ભરાતા ફુલરામા ઘેડ ગામના લોકોએ પોતાનો માલ સામાન ઘરવખરી પલળે નહી તે માટે ઘરોમાં પથ્થરો રાખી તેમનાં ઉપર ખાટલાઓ રખાયાં હોવાનું નજરે પડે છે. 

જુનાગઢ માંગરોળ પંથકમાં બારેમેઘ ખાંગા થયા છે. તો માણાવદરનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. મટીયાણા ગામના વાડી વિસ્તારમાં 4 મહિલાઓને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. જૂનાગઢના માણાવદરના ઘેડ પંથકના 4 થી ગામોમાં ઓઝત નદીના પૂરના પાણી ફરી વળ્યાં છે. જૂનાગઢના વંથલી તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વંથલીથી આખા તરફનો રોડ તીનમસ પાસેથી પાણી આવી જવાથી રસ્તો બંધ થયો છે. અવિરત વરસાદના કારણે ઓજત ઉબેણ તેમજ કાળવા નદીનું અવિરત પ્રવાહ આવતા વંથલીથી નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ટીનમસથી બાલાગામ જવાનો રસ્તો થયો બંધ પાણીના પ્રવાહ આવી જવાના કારણે ફરી ઘેડ પંથક જળબંબાકાર થયું છે. 

જુનાગઢ જિલ્લામાં કેશોદમાં મોડી રાત્રિથી જ અવિરત વરસાદના કારણે કેશોદના આંબાવાડી વિસ્તાર તેમજ જલારામ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોમાં હાલાકી અવિરત વરસાદના કારણે કેશોદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. કેશોદમાં ટીલોરી નદીનું પાણી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જલારામ મંદિર તેમજ આંબાવાડી વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news