નેતાની લોભામણી જાહેરાતના લાલચમાં આવતાં પહેલાં ચેતજો, નહિ તો આ યુવતી જેવી હાલત થશે
શાળા પ્રવેશોત્સવ દરમિયાન સીએનો અભ્યાસ કરતી ગામની સૌથી વધુ ભણેલી વિદ્યાર્થિની આરતી પરમાર પણ હાજર હતી, તે સમયે જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ રાઠોડે પોતાનો વટ પાડવા બધાની હાજરીમાં આરતી પરમારને અભ્યાસ અર્થે ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના એક નેતાએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન સીએનો અભ્યાસ કરતી ગરીબ યુવતીને ફ્રીમાં ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી, યુવતીને ટુ વ્હીલર આપી પણ દીધી, પણ યુવતીના નામે ટુ વ્હીલરની 1 લાખની લોન કરી દેતાં યુવતી અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી; બિપરજોય વાવાઝોડું સમી ગયા પછી પણ થશે કંઈક મોટું!
વડોદરામાં 12 જૂનના રોજ શહેર અને જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓએ શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો. આવી જ રીતે સોખડા પાસે આવેલ લાલજીપુરા ગામની પ્રાથમિક શાળામાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોખડા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
OMG! આ કંપનીમાં 205 કર્મચારીઓનો વાર્ષિક પગાર એક કરોડ રૂપિયાથી પણ વધુ, અનેકના છે સપના
શાળા પ્રવેશોત્સવ દરમિયાન સીએનો અભ્યાસ કરતી ગામની સૌથી વધુ ભણેલી વિદ્યાર્થિની આરતી પરમાર પણ હાજર હતી, તે સમયે જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ રાઠોડે પોતાનો વટ પાડવા બધાની હાજરીમાં આરતી પરમારને અભ્યાસ અર્થે ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી હતી. નેતા કિરણસિંહ રાઠોડે આરતી પરમારને સાથે બેસાડી સોશીયલ મીડિયા પર વિડિયો મૂકી વાહવાહી પણ લૂંટી છે, પણ હકીકત કંઇક અલગ જ નીકળી.
વાવાઝોડાનું આવું ભયાનક સ્વરૂપ નહીં જોયું હોય! સ્પેસમાંથી આવેલો આ Video હાજા ગગડાવશે
યુવતી આરતી પરમાર સીએનો અભ્યાસ કરવા માટે લાલજીપૂરા ગામથી 20 કિલોમીટર દૂર અટલાદરા ખાતે બસ કે રીક્ષામાં જાય છે. તેથી નેતા કિરણસિંહ રાઠોડે શાળા પ્રવેશોત્સવ દરમિયાન યુવતીને અભ્યાસમાં મદદરૂપ રહે તે માટે ફ્રીમાં ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી હતી. જાહેરાત કર્યાના બીજા દિવસે જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ રાઠોડ વિદ્યાર્થિની આરતી પરમારને નંદેસરી GIDCના શો રૂમમાં લઈ ગયા, જ્યાં પ્લેઝર ટુ વ્હીલર અપાવ્યું, જેના ફોટો પણ પાડ્યાં અને ફરી વાહવાહી લૂંટી. વિદ્યાર્થિની આરતી પરમારના માતા પિતા દિવ્યાંગ છે અને બંને ખેત મજૂરી કરી દીકરીને ભણાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે, આવી સ્થિતિથી કિરણસિંહ રાઠોડ જાણકાર હોવા છતાં વિદ્યાર્થિનીને મફતમાં ટુ વ્હીલર આપવાની જાહેરાત કરી વિદ્યાર્થિની સાથે છેતરપિંડી કરી.
પાંચ દિવસ મુશ્કેલ સમય, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો તમામ અપડેટ
કિરણસિંહ રાઠોડે વિદ્યાર્થિનીને જે ટુ વ્હીલર લઈ આપી, તેમાં માત્ર ડાઉન પેમેન્ટ પેટે રૂપિયા 10000 ચૂકવ્યા, બાદમાં વિદ્યાર્થિની આરતી પરમાર પાસે એગ્રીમેન્ટમાં સહી કરાવી લીધી. કિરણસિંહ રાઠોડે વિદ્યાર્થિની આરતી પરમારના નામે 1 લાખની લોન કરાવી આપી, જેના ઈ.એમ.આઈ આરતીને ભરવાનું કહેતાં આરતીને છેતરાઈ હોવાની અનુભૂતિ થઈ. આરતીના માતા પિતા દિવ્યાંગ છે અને આર્થિક પરિસ્થિતિ પણ વધુ સારી ન હોવાથી તેના માટે ટુ વ્હીલરના હપ્તા ભરવા શક્ય નથી, જેથી આરતી અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.
વાવાઝોડાની અસરને લીધે સુરતનો દરિયો થયો ગાંડો, ઉછળી રહ્યાં છે મોટા મોજાઓ, જુઓ તસવીરો
સમગ્ર મામલે આરતી પરમાર સાથે વાતચીત કરતા તેને જણાવ્યું કે મને કિરણસિંહ રાઠોડે ટુ વ્હીલર મફતમાં આપવાની વાત કરી હતી, પણ ટુ વ્હીલરનું ડાઉન પેમેન્ટ ચૂકવી બાકીની લોન મારા નામે કરી દીધી. અમે ટુ વ્હીલરની લોન ભરી શકીએ તેમ નથી, અમને તો ટુ વ્હીલર મફતમાં જ મળવું જોઈએ.
5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક ગુજરાત તરફ કેમ વધવા લાગ્યા તબાહીના આટલા તોફાન
બીજી તરફ સોખડા બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ રાઠોડે કહ્યું કે ગામના જ એક યુવકે આરતી પરમારને ટુ વ્હીલર અપાવવા અન્ય દાતાઓ પાસેથી 30000 રૂપિયા લીધા છે, એમાંથી લોનના હપ્તા ભરવાના હતા, તે જ દિવસે યુવકે કહ્યું હતું કે ટુ વ્હીલર નું માત્ર ડાઉન પેમેન્ટ જ તમારે ભરવાનું છે. ત્યારબાદ આ યુવક ફરી ગયો અને વિદ્યાર્થિની આરતી પરમારના ટુ વ્હીલરના રૂપિયા ચાઉં કરી ગયો. ભાજપ વાળાએ યુવતીનો વિડિયો બનાવી ખોટો વિવાદ ઉભો કર્યો છે.