Video: OMG! વાવાઝોડાનું આવું ભયાનક સ્વરૂપ નહીં જોયું હોય! અંતરિક્ષમાંથી આવેલો આ વીડિયો હાજા ગગડાવી દેશે

Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ડરામણી સ્થિતિ બનેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વિઝિબિલિટી પણ લગભગ શૂન્ય જેવી જોવા મળી રહી છે. સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થી પણ અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડા અંગે વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વાવાઝોડું કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

Video: OMG! વાવાઝોડાનું આવું ભયાનક સ્વરૂપ નહીં જોયું હોય! અંતરિક્ષમાંથી આવેલો આ વીડિયો હાજા ગગડાવી દેશે

Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયનું જોખમ તોળાઈ રહ્યું છે. ડરામણી સ્થિતિ બનેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. વિઝિબિલિટી પણ લગભગ શૂન્ય જેવી જોવા મળી રહી છે. સમુદ્રમાં ઊંચી લહેરો ઉઠી રહી છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં થી પણ અરબ સાગરમાં ઉઠેલા આ વાવાઝોડા અંગે વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે વાવાઝોડું કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ હાલ ચક્રવાત જખૌ બંદરથી 280 કિમી દૂર છે. જ્યારે 15 જૂન સાંજ સુધીમાં તે ત્યાંથી પસાર થઈ શકે છે. ગુજરાતના માથે ચક્રવાત બિપરજોયનું કેટલું ગંભીર જોખમ છે તે તમે આ વીડિયોમાં પણ જોઈ શકો છો. 

UAE ના અંતરિક્ષયાત્રી સુલ્તાન અલ નેયાદી (Sultan Al Neyadi) એ સ્પેસમાંથી અરબ સાગરમાં ઉદભવેલા વાવાઝોડાનો એક વીડિયો શેર કર્યો છે જે જોઈને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. વીડિયો તેમણે તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. આ સાથે તેમણે બધાને સુરક્ષિત રહેવાની અપીલ પણ કરી છે. 

The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀

Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F

— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ
બીજી બાજુ આજે હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા જણાવ્યું કે, આવતીકાલે સાંજે કચ્છના જખૌ પોર્ટની નજીક સાયકલોન ટકરાશે. આવતીકાલે સાંજે ચક્રવાત ટકરાશે. આ સમયે ૧૨૫-૧૩૫ કિમી ઝડપે પવન ફૂંકાશે. આ સમય દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે. હાલ જે વરસાદ છે, તે સૌરાષ્ટ્ર કચ્છમા સામાન્ય વરસાદ હશે. પરંતુ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે પોરબંદર, મોરબી, રાજકોટ, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે. દ્વારકામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે સાંજે ૪ થી ૮ વાગ્યા વચ્ચે વાવાઝોડાનુ લેન્ડફોલ થઈ શકે છે. ૧૨૫-૧૩૫ કિમી ની ઝડપે પવન ફૂંકાશે. ફોરકાસ્ટ પ્રમાણે વેરી સીવીયર સાયક્લોનિક છે, ધીરે ધીરે આગળ હવેની ગતિ ઘટશે. હાલ ૩ કિમીની ઝડપે સાયક્લોન સતત આગળ વધી રહ્યું છે. 

તેમણે કહ્યું કે આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા જામનગર મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભારે વરસાદ અને પવન ભારે રહેશે અને આવતીકાલે સાંજે ટકરાશે. સાયક્લોનની આંખમા શાંત હોય છે, પરંતુ આસપાસનો વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત હશે. આવતીકાલે સાંજે કચ્છથી દ્વારકા, જામનગર, મોરબી અને આસપાસના જિલ્લામાં સૌથી વધુ અસર આવતીકાલે થશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 14, 2023

આજે સાંજ સુધીમાં સ્થાળાંતર પુરૂ કરવામાં આવશે
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ હતી. રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપતા જણાવ્યું કે, કચ્છથી હાલ વાવાઝોડું ૨૯૦ કિલોમીટર દૂર છે. અત્યાર સુધી 50 હજાર લોકોનું સ્થાળાંતર કરી દેવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં સ્થાળાંતર પૂરું કરવામાં આવશે. સાંજ સુધી બાકીના તમામનું સ્થળાંતર કરી દેવાશે. હાલ ખતરાને પહોંચી વળવા વીજ પુરવઠા માટે 200 ટીમો અલર્ટ પર રખાઈ છે. Ndrf અને SDRF ની ટીમો પહોચી ગઈ છે. હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન સેટ કરી દેવાયા છે. કુલ 55 હજાર લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત છે. જુનાગઢમાં 3 હજાર લોકોનુ સ્થળાંતર કરાયુ છે. કેટલાક ગામોમાં વીજળી કપાઈ હતી, ત્યાં તાત્કાલિક ટીમ મોકલી છે. દ્વારકામાં સબ સ્ટેશન ડેમેજ થયેલ છે. આ ઉપરાંત સરકાર દ્વારા હાલ વાવાઝોડાથી કોઈ મૃત્યુ ન હોવાનો દાવો કરાયો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news