અમદાવાદ: રથયાત્રાનાં ચેકિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે દેશી કટ્ટાઓ સાથે આખી ગેંગની ધરપકડ કરી
રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી હથિયારો પકડાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ચાર કેસ કરીને હથિયારો કબ્જે કર્યા આરોપીઓનું હથિયાર કનેક્શન શુ છે તે જાણવા તપાસ શરૂ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલાં હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હાલ પોલીસે દેશી બનાવટની 1 રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણની ધરપકડ પણ કરી હતી. જેની પુછપરછમાં રિવોલ્વર સુલતાન અને સમીર પેંદીએ રાખવા આપી હોવાની કબુલાત આરોપીએ કરી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ : રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી હથિયારો પકડાવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં ચાર કેસ કરીને હથિયારો કબ્જે કર્યા આરોપીઓનું હથિયાર કનેક્શન શુ છે તે જાણવા તપાસ શરૂ કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલાં હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારે હાલ પોલીસે દેશી બનાવટની 1 રિવોલ્વર અને 3 જીવતા કારતૂસ સાથે નારોલ સર્કલ પાસેથી આમીર પઠાણની ધરપકડ પણ કરી હતી. જેની પુછપરછમાં રિવોલ્વર સુલતાન અને સમીર પેંદીએ રાખવા આપી હોવાની કબુલાત આરોપીએ કરી હતી.
ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી
સુલતાન અને સમીર સજ્જુ ગોટીવાલાની હત્યા માટે આ હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. તાજેતરમાં વેજલપુર પોલીસ સ્ટેશનમા તમામ આરોપી વિરુધ્ધ ખંડણી અને મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે કેસ કર્યા છે. રામોલ જામફળવાડી પાસેથી પોલીસે ઝેનુલઆબેદ્દીન ઉર્ફે જાનું ઠુઠીયોની એક પીસ્ટલ અને છ કારતુસ સાથે ધરપકડ કરી છે. આ હથિયાર આરોપી બે વર્ષ પહેલા હરિયાણાના મેવાત ખાતેથી લાવ્યો હતો.
રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા
આ સિવાય ક્રાઇમબ્રાન્ચની ટીમે ગોમતીપુર પોલીસ લાઈનની દીવાલ પાસેથી મોહમદ આમીન ઘાંચીની એક તમંચા સાથે ધરપકડ કરી છે. આરોપી આઠેક માસ પહેલા ઉત્તરપ્રદેશ ફરવા ગયો ત્યારે આ હથિયાર લાવ્યો હોવાની કબૂલાત કરી છે. ત્યારે શુક્રવારે પણ ક્રાઇમ બ્રાન્ચે ઇસનપુર આવકાર હોલ પાસેથી વિજય પવાર (કોફી શર્ટ), રાહુલ ઉર્ફે તોતો (ગુલાબી શર્ટ), મનીષ ઠોમસે(બ્લુ શર્ટ ), બ્રિજેશ ઉર્ફે ભીંડી (સફેદ શર્ટ )અને જતીન ઉર્ફે પિન્ટુ શાહ (ટી શર્ટ)ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી એક પીસ્ટલ, બે તમંચા, 20 કારતુસ કબ્જે કરાયા .આ તમામ આરોપીઓ અગાઉ મારામારી જેવા ગુનામાં પકડાયા છે. અન્ય લોકો સાથે દુશ્મનાવટ ચાલતી હોવાથી એમ.પી. થી હથિયાર મંગાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર