રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રાજકોટના કલાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000 ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 12 માર્ચ 2019ના રોજ એક કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે 20,000 ની લાંચ માંગી હતી. બાદમાં 15,000 ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે એસીબીમાં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે એસીબી તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે એસીબીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Updated By: Jun 21, 2020, 04:16 PM IST
રાજકોટ : કલાસ-2 ઈન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના કલાસ 2 ઇન્કમટેક્સ ઓફિસર મૌલેશ મહેતા લાંચ લેતા ઝડપાયા છે. રૂપિયા 15,000 ની લાંચ લેતા એસીબીના હાથે તેઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 12 માર્ચ 2019ના રોજ એક કલાસ 2 ઓફિસરે 15,000 ની લાંચ સ્વીકારી હોવાનું એસીબી તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2011-12 ના ઇન્કમટેક્સ રિટર્નમાં આવેલ ક્વેરી સોલ્વ કરવા ઓફિસરે 20,000 ની લાંચ માંગી હતી. બાદમાં 15,000 ની લાંચ સ્વીકારી હતી. ભોગ બનનારે એસીબીમાં આ અંગે અરજી કરી હતી. અરજીના આધારે એસીબી તપાસ શરૂ કર્યા બાદ લાંચ લીધા હોવાનું સામે આવ્યું હતું. આજે એસીબીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર