અમદાવાદઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાન છે. રાજકીય પાર્ટીઓની સાથે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે 26 બેઠકો માટે મતદાન મથકો પણ નક્કી કરી લીધા છે. રાજ્યભરમાં 51,703 મતદાન મથકો પર લોકસભાની ચૂંટણી યોજાશે. 4 જાન્યુઆરી 2019ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવશે. 15 ઓક્ટોબર સુધી ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચૂંટણી પંચે પૂરી કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીમાં ફરજ માટે સંભવિત કર્મચારીઓની ડેટા એન્ટ્રી હાલ ચાલું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે પણ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે 51703 મતદાન મથકોની મંજૂરી આપી દીધી છે. આ વખતે દેશમાં દરેક જગ્યાએ આગામી લોકસભાની ચૂંટણી ઇવીએમની સાથે વીવીપેટથી યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં પણ 67 હજાર જેટલા નવા કંટ્રોલ યુનિટ અને વીવીપેટ બેંગ્લોરની કંપનીમાંથી આયાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો : CM રૂપાણી જાહેરમાં માફી માંગે, નહીં તો...


80300 જેવા નવા બેલેટ યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. 13 જિલ્લામાં ઈવીએમ પણ પહોંચી ગયા છે. સઘન સુરક્ષા વચ્ચે નાયબ કલેક્ટરની આગેવાનીમાં નવા વીવીપેટ મશીન લાવવામાં આવી રહ્યાં છે. આ ચૂંટણીમાં M3 વર્ઝનના નવા યુનિટનો ચૂંટણીમાં ઉપયોગ થશે. 30 ઓક્ટોબર સુધી તમામ જિલ્લામાં નવા યુનિટ્સ પહોંચશે. 15 નવેમ્બરથી નવા યુનિટ્સનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાશે. આ ચેકિંગ દરમિયાન રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવશે.


દેશના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો