સુરત : હાલના DIGITAL યુગમાં છેવાડાના લોકો પણ ડિજિટલ થઈ રહ્યાં છે ત્યારે ભેજાબાજો પણ જાણે બે કદમ આગળ વધી ગયા છે. સુરતની કાપોદ્રા પોલીસે આવા જ એક ચોરને ઝડપી પાડ્યો છે જે કરતો હતો ડિજિટલ ચોરી. એક નહીં પણ અલગ અલગ ચાર વેપારીઓ સાથે આ ભેજાબાજે ટોબેકો એટલે કે તમાકુનો માલ ખરીદી બાદમાં ઓનલાઈન પેમન્ટ કર્યું હોવાનું કહી લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ઠગ બીજા મોબાઈલ નંબરથી મેસેજ કરી વેપારી કે દુકાનદારને મેસેજ કરીને કહેતો હતો પેમેન્ટ થઈ ગયુ છે અને બાદમાં થઈ છતો ગાયબ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા


મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને કાપોદ્રામાં ટોબેકોનો વ્યસાય કરી ગુજરાન ચલાવે છે, ત્યારે 23 સપ્ટેમ્બરે એક વ્યક્તિ આવ્યો અને તેણે 1 લાખ 34 હજારનો માલ ખરીદ્યો હતો. બાદમાં માલ ખરીદીને કહ્યું કે તમે ગૂગલ પે વાપરો છો તેમ કહી ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી સંજયભાઈએ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે હા કરી ત્યારે પોલીસ સકંજામાં ઉભેલા આ ભેજાબાજે દુકાનદારને બીજા નંબરમાંથી દુકાનદારને બેંકનો મેસેજ હોય તેમ મેસેજ કર્યો કે રૂપિયા જમા થઈ ગયા છે. દુકાનદારે બાદમાં બેંકમાં જઈ એન્ટ્રી ચેક કરાવી તો ખ્યાલ આવ્યો કે બેંકના તેમના ખાતામાં કોઈ રૂપિયા જમા થયા નથી. 


મહાકૌભાંડ! ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓને પાસ થવાના ફાંફા છે તેને શાળાઓએ 20માંથી 20 માર્ક આપ્યા


જેથી તાત્કાલિક દુકાનના સીસીટીવી ચેક કર્યા. જેમાં એક વ્યક્તિની હલચલ અલગ લાગતા તેણે 1 લાખ 30 હજારનો માલ લઈ ચૂનો ચોપડાવ્યો હોવાનું સામે આવ્યું છે. ચોર ગમે તેટલો શાતિર કેમ ના હોય તે પૂરાવા મૂકતો જ જાય છે. આરોપીએ જે બીજા મોબાઈલ નંબરમાંથી મેસેજ કર્યો હતો તે જ મોબાઈલ નંબરના આધારે પોલીસ તેના સુધી પહોંચી અને આરોપી અમિત હીરપરે આ છેતરપિંડી કર્યાનું સામે આવતા જ તેની ધરપકડ કરી છે. આ ભેજાબાજે ટોબેકો જ નહીં પણ શહેરના બીજા વિસ્તાર કતારગામ અમરોલી અને વરાછામાં આવા ટોબેકોના લોકો સાથે છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube