દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે ઉડતા જોવા મળી રહ્યા છે. જો કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગરના વરતેજ નડીકના સોડાવદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગની ઘટનાને પગલે ભાગદોડ મચી જવા પામી હતી. 
દ્વારકા જિલ્લાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 2 કિલોમીટર સુધી આગનાં ગોટેગોટા

રાજકોટ :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે ઉડતા જોવા મળી રહ્યા છે. જો કે આગને નિયંત્રણમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ભાવનગરના વરતેજ નડીકના સોડાવદરા ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પર આગની ઘટનાને પગલે ભાગદોડ મચી જવા પામી હતી. 

ઘટના અંગે મળતી માહિતી અનુસાર ટાટા કેમિકલના નોર્ધન યાર્ડમાં રખાયેલા વેસ્ટમાં આગ લાગી હોવાનું અનુમાન હતું. કયા કારણથી આગ લાગી હતી તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. જો કે આગ એટલી વિકરાળ છે કે, 2 કિલોમીટર દુરથી પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. કંપનીના ફાયર ફાયટરો દ્વારા આગ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહી છે. જો કે સદનસીબે આગની ઘટનાને કારણે કોઇ જાનહાની થઇ નથી. આ અંગે ટાટા કેમિકલના પ્રવક્તાએ જણાવ્યું કે, કંપની સુરક્ષા, આરોગ્ય અને પર્યાવરણ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news