ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ આર.સી પટેલ કોરોના પોઝિટિવ, કાર્યકર્તાઓમાં ભાગદોડ
ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ આર.સી પટેલને કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા ૭ દિવસ માં આવેલ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન થવું તેમજ જરૂર જણાય તો ટેસ્ટ પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. બાવળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આવી પોસ્ટ ફેસબુક પર મુકતા બાવળા નગરમાં દોડધામ મચી જવા પામી છે.
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ આર.સી પટેલને કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા ૭ દિવસ માં આવેલ તમામ લોકોને હોમ કોરોન્ટાઇન થવું તેમજ જરૂર જણાય તો ટેસ્ટ પણ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. બાવળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આવી પોસ્ટ ફેસબુક પર મુકતા બાવળા નગરમાં દોડધામ મચી જવા પામી છે.
મુસીબતોનો વરસાદ: રાજકોટમાં 5 ઇંચ વરસાદથી હાલ બેહાલ, ગાડીઓ તણાય તેટલું પાણી ભરાયું
બાવળા નગરના અને કાર્યકર્તાઓએ કોરોના ટેસ્ટ કરાવી પણ લીધો છે. થોડા દિવસ અગાઉ 22 તારીખના રોજ બાવળા આ.કે. વિદ્યામંદિર ખાતે જિલ્લા ગુજરાત રાજ્યના ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની સભાનું આયોજન અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખે કર્યું હતું. સી.આર.પાટીલ સહિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાણંદ ધારાસભ્ય તથા અનેક નેતાઓ સાથે જાહેરમાં અને બંધરૂમમાં ઓફિસમાં મીટીંગ પણ કરી હતી. જેથી હાલ કાર્યકર્તાઓમાં પણ ચિંતા વ્યાપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર