મુસીબતોનો વરસાદ: રાજકોટમાં 5 ઇંચ વરસાદથી હાલ બેહાલ, ગાડીઓ તણાય તેટલું પાણી ભરાયું

આજે બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના રસ્તા પર નદીઓ વહેતી થઇ છે. પહેલાથી પોતાના રંગીલા મિજાજના કારણે જાણીતા રાજકોટવાસીઓ વરસતા વરસાદમાં નિકળી પડ્યાં હતા. વરસાદ જોતજોતામાં એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું કે, લોઘાવડ ચોકમાં તો ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓ ડુબે તેટલું પાણી ભરાયું હતું. ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજ અને પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.
મુસીબતોનો વરસાદ: રાજકોટમાં 5 ઇંચ વરસાદથી હાલ બેહાલ, ગાડીઓ તણાય તેટલું પાણી ભરાયું

રાજકોટ: આજે બે કલાકમાં ધોધમાર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના રસ્તા પર નદીઓ વહેતી થઇ છે. પહેલાથી પોતાના રંગીલા મિજાજના કારણે જાણીતા રાજકોટવાસીઓ વરસતા વરસાદમાં નિકળી પડ્યાં હતા. વરસાદ જોતજોતામાં એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું કે, લોઘાવડ ચોકમાં તો ઘરની બહાર પાર્ક કરેલી ગાડીઓ ડુબે તેટલું પાણી ભરાયું હતું. ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજ અને પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થઇ ગયું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 5 ઇંચ જેટલા વરસાદથી જ જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. શહેરનાં પરા બજારમાં જાણે નદી હોય તેમ ખળખળ પાણી વહી રહ્યું છે. જ્યારે દરજી બજારમાં તો જાણે ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. શહેરના આંબેડકર નગરમાં પાણી ભરાતા આ વિસ્તારની મુલાકાતે આવેલા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સગઠીયા ઇજા પહોંચી હતી. હાથમાં ખુબ જ મોટો કાપો પડી ગયો હતો. તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. હાથ લોહીલુહાણ થઇ ગયો હતો.

રાજકોટમાં ચોતરફથી પાણી ભરાતા ઝળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. મવડી વિસ્તારમાં ગુરૂકુળ પાસે એક ગાડી ધસમસતા પ્રવાહમાં ફસાઇ હતી. જેથી આજુબાજુના લોકોએ ગાડીને બહાર કાઢવા માટે મદદે આવ્યા હતા. કારમાં બેઠેલા લોકોને સલામત રીતે બહાર કાઢીને દોરડા વડે ગાડીને પણ બહાર કાઢી હતી. પોપટપરાનાં નાળામાં ખુબ જ પાણી ભરાયું હતું. જેના કારણે જિલ્લા જેલ નજીક સંતોષીનગર મફતીયાપરા નજીક પણ પાણી ભરાયું હતું.

રાજકોટમાં પાંચ ઇંચ વરસાદમાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા.  કાલાવાડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા તેને બંધ કરવાની ફરજ પડી હતી. મનપા અંડરબ્રિજમાંથી પાણી ખેંચવાની કામગીરી હાથ ધરી હતી. ગોંડલ પંથકમાં વરસાદથી પાંચીયાવદર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગોંડલ પંથકમાં 4થી5 ઇંચ વરસાદ નોંધાયો છે. જેના પગલે ઠેરઠેર પાણી ભરાયા છે. ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયો છે. ન્યારી 2 ડેમના 7 દરવાજા 5 ફુટ સુધી ખેલવામાં આવ્યા છે. ન્યારી ડેમનાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news