Bharuch News : ગુજરાતમાં મહિલાઓ સલામત નથી તેનો પગલે પગલે પુરાવો મળી રહ્યો છે. મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતમાં પહેરેદારી કરવી પડે તેવી જરૂર ઉભી થઈ છે. ભરૂચની ભૂમિ પર હજી દસ દિવસ પહેલા જ એક નરાધમે 10 વર્ષની બાળાને પીંખી હતી, જેણે એક દિવસ પહેલા જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ધરતી પર ફરી એકવાર અમાનવીય કૃત્ય બન્યું છે. 10 વર્ષની બાળકી બાદ ગુજરાતમાં 72 વર્ષના વૃદ્ધા પર બળાત્કારનો ચકચારી બનાવ બન્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિર્ભયાના મોત બાદ વધુ એક શરમજનક બનાવ
ભરૂચની નિર્ભયાના મોતને હજી 48 કલાક પણ થયા નથી, ત્યાં દાદીની ઉંમરની વૃદ્ધા પર એક યુવકે નજર બગાડી હતી. જાણે કોઈ ડર રહ્યો ન હોય તેમ 35 વર્ષના નરાધમ યુવકે 72 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે, હજી દોઢ વર્ષ પહેલા જ આ જ યુવકે આ જ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દોઢ વર્ષ પહેલા યુવકે કરેલા કૃત્ય બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 


દોઢ વર્ષ પહેલાના કેસમાં યુવક હજી થોડા દિવસ પહેલા જ જેલમાંથી જામીન પર છુટીનો આવ્યો હતો. તેણે ફરીથી વૃદ્ધા પર દાનત બગાડી હતી, અને તકનો લાભ લઈને વૃદ્ધા સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારે આમોદ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી. 


ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં આવશે ભારે વરસાદ, તારીખ નોંધી લો


ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના હજી તાજી જ છે ત્યાંજ વધુ એક દૂશ્કર્મની ઘટના સામે આવી છે અને એ પણ ભરુચથી જ... જીહાં ભરુચના આમોદના એક ગામમાં એક 72 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય મહિલા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે બે બે વખત દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે..જો કે પોલીસે આ નરાધમ આરોપીની ધરપકડ કરી લીધી છે.. ઉલ્લેખનીય છે કે આ નરાધમ આરોપીએ આજથી દોઢ વર્ષ પૂર્વે પણ આજ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી.હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો ત્યારે ફરીવાર તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. 


પોલીસે આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરતા કરવાડા ગામેથી આરોપીને  દબોચી લીધો છે. જે પ્રકારે તે વારંવાર દૂષ્કર્મની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે આરોપી શૈલેષ રાઠોડને કાયદનો કોઈ ડર નથી રહ્યો. જેલમાંથી છૂટીને આવ્યો અને ફરી એજ મહિલા ઉપર બળાત્કાર કરી તે ફરાર થયો હતો. ત્યારે આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ડ્રોનની મદદ પણ આ ગુના સંદર્ભે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે હવે ફરી આરોપી ઝડપાતા તેના વિરુધ્ધ કડડ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે.