મહિલા નેતાનું અડધી ઉંમરના યુવક સાથે ઈલુ ઈલુ, વાયરલ થઈ ગઈ બંનેની કિસ કરતી તસવીરો
Love Story Viral : ભરૂચ જિલ્લાના રાજકીય પક્ષના ૪૫ વર્ષની મહિલા અગ્રણીના ૩૫ વર્ષના યુવાન સાથેના ફોટા વાયરલ થતાં ચકચાર
Bharuch News ભરૂચ : નેતાઓના પ્રેમ પ્રકરણના કિસ્સા અનેક ફરતા થાય છે. પરંતુ ભરૂચ શહેરથી એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ ભાજપમાં એક 45 વર્ષીય મહિલા અગ્રણી અને તેનાથી 10 વર્ષ નાના યુવકના પ્રેમપ્રકરણનો કિસ્સો હાલ ચર્ચાના ચગડોળે ચઢ્ય છે. વડોદરા ભાજપનો કાર્યકર યુવકને ભરૂચ ભાજપ મહિલા પ્રમુખ સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કરતી ફરિયાદરૂપી અરજી આવતા જ સમગ્ર ભાંડો ખુલ્લો પડ્યો છે. ભરૂચની આ એક છોટી સી લવ સ્ટોરી વાયુવેગે વાયરલ થઈ રહી છે. બંનેના સંબંધોમાં અંતે કડવાશ આવતા વાત પોલીસ સ્ટેશન પહોંચી છે.
યુવાને પોલીસ મથકમાં આપેલી અરજીમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, તે વડોદરા નજીકના એક ગામમાં પરિવાર સાથે રહે છે. ત્રણ વર્ષ અગાઉ તે ભરૂચ જિલ્લાના રાજકીય પક્ષના ૪૫ વર્ષની ઉંમરની એક મહિલા અગ્રણીના પરિચયમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મિત્રતા ગાઢ બનતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતાં. મહિલાના આગ્રહ બાદ તેણે ભરૂચમાં ભાડાનું મકાન રાખી ત્યાં તેઓ અવારનવાર મળતાં હતાં. મહિલાને એક પુત્ર અને એક પુત્રી પણ છે. જેઓ પણ અવાર નવાર તેની સાથે તેના ઘરે આવતા હતા. જેથી એ મહિલાના પરિવારના સભ્યો પણ તેનાથી પરિચીત હતાં. દરમિયાન વાત આગળ વધતાં મહિલાએ તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું, તેમજ સંબંધ ના રાખુ તો મને ગામમાં અને સમાજમાં બદનામ અને બરબાદ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. સાથે મહિલાએ પોતે રાજકીય હોદા પર હોઈ મને કોઈ મોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન ચાર દિવસ પહેલા મહિલાએ મારી સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપી હતી. જે બાબતે ગત તા.૧૫મીએ મારો જવાબ પણ લેવાયો હતો. યુવાને અરજીમાં આ મહિલા તેનું શારીરિક શોષણ કરતા હોઈ અને તેના જીવને ખતરો હોવાની આશંકા દર્શાવી મહિલા અગ્રણી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
અમદાવાદની 13 વર્ષની દીકરીએ માતા-પિતાની હત્યાનો ઘડ્યો પ્લાન, ખાંડમાં ગંધ આવતા પોલ ખૂલ
પ્રેમ સંબંધમાં વાંકું ક્યા પડ્યું
યુવક દ્વારા કરાયેલી અરજીમા તેણે જણાવ્યું કે, મહિલા નેતા સાથે છેલ્લા ત્રણ વર્ષથી તેના સંબંધ હતા, અને તેઓ ઘણીવાર સાથે મળ્યા પણ છે, ફર્યા પણ છે અને એ તમામ કાર્ય કર્યા છે, જે સમાજને સ્વીકાર્ય ન હોય. મહિલા મોરચાના પ્રમુખની કામવાળી, ડ્રાઇવર અને તેની દીકરી પણ તેને સારી રીતે ઓળખે છે. તેમજ જ્યારે તેના પતિ બહાર ગયા હોઈ ત્યારે તેને ઘરે પણ બોલાવતા હતા. યુવક સાથે ટેલીફોનિક વાત દરમ્યાન નાણાંકીય લેવડદેવડ અંગે પૂછ્યું ત્યારે તેણે જણાવેલ કે બંને જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાને નાણાકીય મદદ પણ કરતા હતા. પરંતુ ડખો ત્યારે ઊભો થયો જ્યારે કોઈ ચેટિંગના મેસેજને લઈને શંકા કુશંકાઓ સર્જાઈ અને પછી છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે ઝગડા થવાના શરૂ થયા. સાથે જ મહિલા પ્રમુખની મિત્રના નામ પર યુવક જ્યારે ડાઉન પેમેન્ટ ભરી અને કાર લાવ્યો અને ત્યારબાદ 6 હપ્તા ભર્યા. બાકીના હપ્તા ભરી ન શકતા મહિલા પ્રમુખની મિત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદના આધારે યુવકની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જેથી આખો મામલો સપાટી પર આવ્યો અને યુવકે આખરે કંટાળીને ફોટા whatsapp ગ્રુપમાં વાયરલ કર્યા.
RTE એડમિશનમાં વાલીઓને મળી વધુ એક તક, 21 જુન સુધી આ કામ કરાવી શકશો
તો પોતાની કઢંગી તસવીરો વાયરલ થતા જ મહિલા નેતા બેબાકળા થયા હતા. તેઓએ આ વાતને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. આમ, ભરૂચની આ લવસ્ટોરી વાયરલ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
અંબાલાલ પટેલની ચોમાસા વિશે આગાહી : ગુજરાતમાં આ દિવસોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ