સુરત : નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ પાસે આવેલા સરદાર બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે છેલ્લા 3 દિવથી સરદારબ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ થાય છે. આજે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતી યથાવત્ત રહી છે. આજે 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. આમ છેલ્લા 72 કલાકથી વાહન ચાલકો અટવાઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: 1442 નવા કેસ નોંધાયા, 12નાં મોત, 1279 દર્દીઓ સાજા થયા

હાલ સરદારબ્રિજ પર પડેલા 2 ફુટના ખાડાને પુરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વાહનચાલકો અનેક કિલોમીટર લાંબી ટ્રાફીક જામની લાઇનઉભા રહેવા માટે મજબુર બન્યા છે. જો કે આમ છતા પણ હાઇવે તંત્ર દ્વારા બેશરમીથી ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. અધિકારીઓ તગડી ફી વસુલીને પણ વાહન ચાલકોને કોઇ છુટ આપવાનાં મુડમાં નથી. 


સુરતમાં કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસની એક ટીમ મુંબઇ જવા રવાના

અત્રે ઉલ્લેખનીય છે કે, તગડો ટોલ ટેક્સ ચુકવવા છતા સુવિધાજનક યાત્રા શક્ય નથી. રોડની સ્થિતી અનેક સ્થળો પર બિસ્માર છે. આટલું ઓછું હોય તેમ ખાડાઓને પાર કરતા કરતા જ્યારે તમે આગળ વધો તો તમને મળે છે અનેક કિલોમીટર લાંબો ટ્રાફીક જામ. લોકો 8 કલાકથી પણ વધારે સમયથી ફસાયેલા છે. ભુખ્યા અને તરસ્યા પોતાની ગાડીઓમાં કે બસમાં કે ટ્રકમાં બેઠા છે. ટ્રાફીકમાં ફસાયેલા અમુક લોકો તો સ્થાનિક છે કે જેમણે માત્ર થોડા અંતરે જ જવાનું છે પરંતુ તેઓ પણ જામની સ્થિતીના કારણે કલાકો સુધી ફસાયેલા રહ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube