સુરતમાં કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસની એક ટીમ મુંબઇ જવા રવાના

થોડા દિવસ અગાઉ સુરતમાં અલગ અલગ સ્થળો પર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેડી પાડવામાં આવી હતી. આ મેગા ઓપરેશનમાં કરોડોનું MD ડ્રગ્સ અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે આજે આ ત્રણેય આરોપીઓના કોર્ટે જામીન મંજૂર કર્યા છે.

સુરતમાં કરોડના MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસની એક ટીમ મુંબઇ જવા રવાના

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી MD ડ્રગ્સ સાથે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા. આજે કોર્ટે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જોકે કોર્ટે 7 દિવના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડ્રગ્સ રેકેટ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે ત્યારે હવે સુરત પોલીસની એક ટીમ મુંબઈના સપ્લાયરને ઝડપી પાડવા માટે નિકળી છે.

શું છે સમગ્ર ઘટના?

સુરત ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે મેગા ઓપરેશનમાં ડુમસ રોડ, સરથાણા અને વરાછા વિસ્તારમાંથી રૂપિયા 1.33 કરોડની કિંમતનું 1 કિલો 334 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો સાથે ત્રણ આરોપી મોહંમદ સલમાન ઉર્ફે અમન મોહંમદ હનીફ ઝવેરી, સંકેત અસલાલિયા અને વિનય ઉર્ફે બન્ટી પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ડ્રગ્સ, બે કાર અને 7 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.44 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો ડ્રગ્સના આ વેપારમાં સામેલ સુરતના આદિલ અને મુંબઈ-બોરીવલીના રોહનને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સંકેત સુરતમાં જ બનાવતો હતો MD ડ્રગ્સ

પોલીસ પુછપરછમાં સંકેત અસલાલિયાએ મોટા ખુલાસા કર્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, સંકેત અસલાલિયા વાપીથી 10થી 12 અલગ કંપનીનાં કેમિકલો લાવી પ્રવાહી સાથે મિક્ષણ કરી કડોદરાની ફેક્ટરીમાં MD ડ્રગ્સ તૈયાર કરતો હતો. સંકેત રૂમ બંધ કરી રાત્રિના સમયે ડ્રગ્સ બનાવતો હતો. મળતી માહિતી અનુસાર, સંકેત યુ-ટ્યૂબ વીડિયોના આધારે ડ્રગ્સ બનાવતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news