ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચમાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવન જોખમે નર્મદા મૈયા બ્રિજ ઉપર લટકી પડેલી યુવતીને બચાવી લીધી છે. યુવતી આત્મા હત્યા કરવાના ઇરાદે નર્મદા બ્રિજ ઉપર આવી હતી, તે રેલિંગ ઉપર ચઢી ભયજનક સપાટીથી ઉપર વહેતી નર્મદાના ધસમસતા પ્રવાહમાં સમાવા જઈ રહી હતી, ત્યાં અચાનક સી ડિવિઝન પોલીસ આવી પહોંચી હતી. ASI શૈલેષ ગોરધનભાઈ નાઈની નજર આ યુવતી ઉપર પડતા તેઓ બ્રિજની પેરપટ વોલ કૂદી ફૂટપાથ ઉપર પહોંચી ગયા હતા. આ દરમ્યાન યુવતીએ છલાંગ લગાવી દીધી હતી, પરંતું યુવતી નદીમાં પડે તે પહેલા જ પોલીસકર્મી તેનો હાથ પકડી લીધો હતો. આવામાં બ્રિજ ઉપરથી યુવતી લટકી પડી હતી. પુલ ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ જોવાથી ચક્કર આવી જાય છે તેમાં સંજોગોમાં એક પાઇપના સહારે લટકતી યુવતીને કોન્સ્ટેબલે યુવતીની પકડી રાખી હતી. એક સમયે ASI પણ નદીમાં પડી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી, જોકે નજીકમાં ઉભેલી પોલીસ વાનમાંથી દોડી આવેલા અન્ય ત્રણ પોલીસકર્મીઓએ આ બંનેને ખેંચી લીધા હતા, અને આમ, બંનેને બચાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુરુવારની રાત કાળ બનીને આવી : એક જ રાતમાં ત્રણ અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત


ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડાઉન સ્ટ્રીમમાં નર્મદા નદીમાં પાણીની વધુ આવક હોવાના કારણે નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. લોકો પણ મોટી સંખ્યામાં પૂર્ણ ધસમસતા પાણી જોવા બ્રિજ અને નર્મદા કાંઠે ધસી રહ્યાં છે. કોઇ અનિચ્છીનીય બનાવ ન બને તે માટે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ભરૂચ સીટી સી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર એસ એમ દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને નર્મદા મૈયા બ્રીજ ઉપર સતત પેટ્રોલીંગની સૂચના આપી હતી. પોલીસ નર્મદા મૈયા બ્રિજમાં ઉભેલા લોકોને બ્રિજની બહાર મોકલી રહી હતી, ત્યારે બ્રિજ ઉપર એક યુવતી એકલી ઉભેલી નજરે પડી હતી. જેને પૂલની બહાર નીકળવા સૂચના આપવામાં આવતા તે નદી તરફથી રેલિંગ પાસે પહોંચી ગઈ હતી.


આ પણ વાંચો : જન્માષ્ટમી પર અમદાવાદના પુરાણી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, અકસ્માતમાં સાસુ-વહુ-પૌત્રીના મોત


પોલીસ તેની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરે તે પહેલા જ યુવતીએ રેલિંગ ઉપર ચઢી નદીમાં છલાંગ લગાવવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે ASI શૈલેષભાઇએ સતર્કતા દાખવી દોડીને યુવતીનો હાથ પકડી લીધો હતો. આ દરમ્યાન યુવતી નદી તરફ હોવાના કારણે લટકી પડી હતી. હવે એક નહિ પણ બે લોકોના નર્મદા નદીમાં પડી જવાનો ભય દેખાતો હતો. તેમ છતાં જાંબાઝ પોલસીકર્મીએ પોતાના જીવની પરવાહ કાર્ય વગર પકડી રાખી હતી. નજીકમાં ઉભેલી પોલીસવાનમાંથી અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને બંને ASI સહીત બંને વ્યક્તિઓને સલામત બચાવી લેવાયા હતા.  


આ પણ વાંચો : અમદાવાદ : વૈભવી ઔડી કારે નોકરીથી ઘરે જતા યશને કચડ્યો, તેના શરીરના બે કટકા કરીને ફરાર થઈ ગયો


યુવતીને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા તે આમોદની વતની હોવાનું. તેના લગ્ન નેત્રંગ તાલુકામાં એક વર્ષ અગાઉ થયા હતા. આશરે ત્રણ મહિનાથી ચાલી રહેલા ઘર કંકાસના કારણે તે પિયર આમોદ ખાતે ચાલી ગઈ હતી. કપરી પરિસ્થિતિના કારણે પરિવાર અને પતિ બંનેને પોતાના બોજથી મુક્ત કરવા માટે તે આત્મહત્યા કરવા નર્મદા બ્રિજ પર પહોંચી ગઈ હતી. પરંતુ તે નદીમાં પડતુ મૂકે તે પહેલા જ પોલીસે તેને બચાવી લીધી હતી. જોકે, ભરૂચ પોલીસે યુવતીને બચાવ્યા બાદ કામગીરી પૂરી કરવાનો સંતોષ ન માનીને બેસી ન રહી, ડિપ્રેશનનો સામનો કરી રહેલી યુવતીનું કાઉન્સેલિંગ પણ કરાયું હતું. યુવતીને માતા-પિતાનો સંપર્ક કરી સોંપવામા આવી હતી.