ગુરુવારની રાત કાળ બનીને આવી : એક જ રાતમાં ગુજરાતમાં ત્રણ અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત

ગુજરાતમાં મોડી રાત્રે અમદાવાદ અને દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના... અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના અકસ્માતમાં 4ના મોત... અમદાવાદમાં ઓડી કારે બાઈક ચાલકને લીધો અડફેટે... દાહોદના લીમખેડામાં ડમ્પરે બાઈક ચાલકને ઘસેડ્યો

ગુરુવારની રાત કાળ બનીને આવી : એક જ રાતમાં ગુજરાતમાં ત્રણ અકસ્માત, 6 ના કમકમાટીભર્યાં મોત

અમદાવાદ :ગુજરાતમાં ગત મોડી રાત્રે અલગ અલગ 3 જિલ્લામાં અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ અને દાહોદમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઓડીનો કાર ચાલક RTO સર્કલ પાસે અકસ્માત બાદ ફરાર થયો છે. ઘટનામાં વિશાલા હોટલમાં નોકરી કરતા કેશિયરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું. તો બીજી તરફ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 4ના મોત થયા છે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે વડોદરા જતી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત થયો. આ ઉપરાંત દાહોદના લીમખેડામાં રેતી ભરેલા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પરે બાઈક ચાલકે 500 મીટર સુધી ઘસેડ્યો હતો. આ ઘટનામાં એક યુવાનનું મોત થયું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

અકસ્માત-1
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યાં મોત નિપજ્યા છે. એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં સાસુ, પુત્રવધુ, અઢી વર્ષની પૌત્રી અને એક પુરુષનું કરુણ મોત નિપજ્યું છે. પરિવાર કારમાં સવાર થઈને અમદાવાદથી વડોદરા તરફ જઈ રહ્યો હતો, ત્યારે કારને અક્સ્માત નડ્યો હતો. 

અકસ્માત-2
અમદાવાદમાં RTO પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઔડી કાર ચાલકે મોડી રાત્રે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમાં વિશાલા હોટલમાં નોકરી કરતા કેશિયરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. કાર ચાલકે ચીમનભાઈ બ્રિજથી બાઈકને RTO સર્કલ સુધી ઘસેડી હતી. મૃતક 25 વર્ષીય યશ ગાયકવાડ ઝુંડાલનો રહેવાસી હતો. GJ-01-RP-0774 નંબરની કારનો ચાલક અકસ્માત બાદ ફરાર થયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

અકસ્માત-3
દાહોદના લીમખેડામાં સર્કિટ હાઉસ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. રેતી ભરેલા ડમ્પરે બાઈક ચાલકને 500 મીટર સુધી ધસડ્યો હતો. જેમાં યુવાનનું મોત થયું, તેમજ અન્ય ઈજાગ્રસ્ત યુવાનને દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. લીમખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news