જન્માષ્ટમી પર અમદાવાદના પુરાણી પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, અકસ્માતમાં સાસુ-વહુ-પૌત્રીના મોત
Accident On Ahmedabad Vadodara Express Highway : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના થયા મોત...અમદાવાદથી વડોદરા જઈ રહેલા પરિવારના બે મહિલા, એક પુરુષ અને એ બાળકી મોતને ભેટ્યા
Trending Photos
નચિકેત મેહતા/ખેડા :ગુરુવારની રાત અમદાવાદના એક પરિવાર પર કાળ બનીને ત્રાટકી હતી. પરિવાર કારમાં સવાર થઈને વડોદરા જવા નીકળ્યો હતો, ત્યારે તેમને ખબર નથી કે રસ્તામાં મોત તેમનો પીછો કરી રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં છે. એક જ પરિવારના ત્રણ લોકો અને અન્ય એક શખ્સનું મોત થયા પરિવાર પર આભ તૂટી પડ્યું.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વડોદરા તરફ જઈ રહેલ કારને અક્સ્માત નડ્યો હતો. એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ પાસે ઊભેલા કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં સાસુ, પુત્રવધૂ અને અઢી વર્ષની પૌત્રીનું મોત નિપજ્યુ છે. તેમજ કારમાં સવાર એક પુરુષનું પણ મોત નિપજ્યું છે. મૃતકો અમદાવાદના ન્યૂ વટવા વિસ્તારના શાનશાન-૩ એપાર્ટમેન્ટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધવાની કામગીરી હાથ ધરી છે.
મૃતકોનાં નામ
- જયશ્રીબેન કિરીટભાઈ પુરાણી, ઉંમર 60 વર્ષ (સાસુ)
- કૃતિકાબેન આશિષભાઈ પુરાણી, ઉંમર 34 વર્ષ (પુત્રવધુ)
- જૈની આશિષ કુમાર પુરાણી, અઢી વર્ષની બાળકી
- અકબર ખાન ફિરદોસ ખાન પઠાણ , 36 વર્ષ , કુંભાર નું ડેલું , ટોપી વાળા ની પોળ , કાલુપુર , અમદાવાદ
આ પણ વાંચો : Janmashtami 2022: જાણો દ્વારકા મંદિરની ધજા પાછળ છુપાયેલા છે આ ગૂઢ ચમત્કારી રહસ્યો!
ટેન્કરને કારણે સર્જાયો અકસ્માત
એક્સપ્રેસ હાઇવે પર સર્વિસ લેનમાં ઉભી રહેલ ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગુરુવારે મોડી સાંજે હાઈવે પર ઊભેલા GJ 12 BW 1387 નંબરના કન્ટેનરમાં પંચર પડ્યું હતું, જેથી ડ્રાઈવરે કોઈપણ આડશ વગર અને વાહનની લાઈટ પણ ચાલુ રાખ્યા વગર તેને રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. પાછળથી આવી રહેલી કાર ચાલકને આ વાહન ન દેખાાયું ન હતું, અને કાર ધડાકાભેર કન્ટેનર સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે