ભાવનગર: સિહોરના કનાડમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીની વાડીમાં ટાંકી તુટતા 2નાં મોત
સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર છે. સિહોરના કનાડા ગામે વાડી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અચાનક તુટી જતા 2 મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે ભાવનગર હોસ્પિટલમાં સારાર અર્થે ખેડવામાં આવી હતી. જેમાં એક મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કનાડા ગામના સરપંચ મયુરસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
ભાવનગર : સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં જળબંબાકાર છે. સિહોરના કનાડા ગામે વાડી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અચાનક તુટી જતા 2 મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે ભાવનગર હોસ્પિટલમાં સારાર અર્થે ખેડવામાં આવી હતી. જેમાં એક મહિલાનું સિવિલમાં સારવાર દરમિયાન અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. કનાડા ગામના સરપંચ મયુરસિંહ ગોહિલે જણાવ્યું કે, આ વાડીના માલિક ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે.
હત્યારા પિતાનો વલોપાત: જે માગે તે પુત્રીને આપ્યું, ઘરનું પાણી પીવાની ના પાડી અને...
લક્ષ્મીબેન જાંબુચા અને મઘુબેન બાંભળીયા નામની બંન્ને મહિલાઓ વાડીમાં કામે થઇ હતી. અથવા કપડા ધોવા માટે ગઇ હતી. આ દરમિયાન અચાનક સિમેન્ટ અને ઇંચોથી બનેલી ટાંકી તુટી હતી. બંન્ને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે સારવાર દરમિયાન બંન્નેના મોત નિપજ્યાં હતા.
ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત
એક જ પરિવારની બે મહિલાઓના મોતની ઘટનાથી પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સિમેન્ટ અને ઇંટથી બનવેલી આ ટાંકી તુટી પડી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારજનો અને સગાસંબંધીઓ ભાવનગર હોસ્પિટલ દોડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા હોસ્પિટલ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર