નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે શહેરમાં રસીકરણ ઝુંબેશને પણ વેગવાન બનાવવામાં આવી છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ 25 હજારથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. હાલ જ્યારે સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે, ત્યારે શહેરના 13 હેલ્થ સેન્ટર સહિત 25 થી વધુ જગ્યાઓ પર રસીકરણ કેમ્પ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જેથી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલ આ તમામ જગ્યાઓ પર રસીકરણ કરાવવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે. તે જોતાં વેક્સિન મુકાવવા અંગે લોકો વધુ જાગૃત જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gandhinagar: ગિફ્ટ સિટીમાં સિંગાપોર-દુબઇની જેમ ચમકશે, આ દેશ કરશે કરોડોનું રોકાણ


ભાવનગર જિલ્લામાં કોરોનનો વ્યાપ સતત તિવ્રગતીએ વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં 13 અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલ અને સામાજિક સંસ્થાઓ સહિત 25 થી વધુ સ્થળો પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે લોકોમાં પણ વેક્સિન અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમજ લોકો ખૂબ મોટા પ્રમાણમાં હેલ્થ સેન્ટરો પર વેકસીનેશન કરાવવા પહોંચી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. સિન્હા દ્વારા પણ કોલોને વધુમાં વધુ રસીકરણ નો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.


RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...


ભાવનગર જિલ્લામાં 45 થી 60 વર્ષની ઉમરના કોમોરબિડ  અને સિનિયર સિટીઝનની સહિત 3,97,590 લોકો માથી 1.25 લાખથી વધુ લોકોને રસીકરણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે બાકીના લોકોને રસીકરણ કરવા માટે તંત્ર દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, વહીવટી તંત્ર દ્વારા પણ રસીકરણ કરાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, કોરોના સંક્રમણ માં સતત વધારો જોવા મળતા હવે લોકો પણ સજાગ બન્યા છે, જેથી રસીકરણ સેન્ટર પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube