RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...

શહેરમાં હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દિકરી પર સગા પિતા દુષ્કર્મ આચર્યું હતું. એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે ટુપો આપી ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાખ્યો હતો. પોલીસે આ ઘટનામાં તુરત જ કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.

Updated By: Apr 6, 2021, 11:03 AM IST
RAJKOT: સગા પિતાએ દિકરી પર એક જ રાતમાં આચર્યું ત્રણ વાર દુષ્કર્મ...

ગૌરવ દવે/ રાજકોટ : શહેરમાં હૃદય કંપાવી નાખતી ઘટના સામે આવી છે. 15 વર્ષની દિકરી પર સગા પિતા દુષ્કર્મ આચર્યું હતું. એક જ રાતમાં ધમકી દઇ મારકુટ કરી મોઢે ટુપો આપી ત્રણ ત્રણ વખત હવસખોરીનો શિકાર બનાવી દેહ પીંખી નાખ્યો હતો. પોલીસે આ ઘટનામાં તુરત જ કાર્યવાહી કરી શૈતાની કૃત્ય આચરનારા હવસખોર બાપને સકંજામાં લઇ લીધો છે.

AHMEDABAD: શહેરીજનોને ટેસ્ટમાંથી મુક્તિ, બહારથી આવો છો તો નહી મંગાય આરટીપીસીઆર રિપોર્ટ

રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલા તાલુકા પોલીસ સ્ટેશનની નજીકની આવાસ યોજનામાં 15 વર્ષની દિકરી પર તેનાં જ પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જેને આધારે તાલુકા પોલીસે હવસખોર પિતાની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ હેવાનીયતની હદ વટાવી હતી. એક જ રાતમાં આરોપીએ તેની દિકરીની ત્રણ વખત હવસનો શિકાર બનાવીને પીંખી નાખી હતી. ત્યારબાદ હાથ જોડીને કહ્યું ભુલ થઇ ગઇ. હાલ પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 

RAJKOT: પોલીસ પર હુમલો કરનારા માથાભારે શખ્સને પોલીસે જાહેરમાં કરી સરભરા

પોલીસનાં જણાવ્યા મુજબ, સગીરા સાથે આ ઘટના શનિવારની રાતે બની હતી. ભોગબનનારની માતાએ તેનાં પતિ પર મહિલા પોલીસ સ્ટેશનમાં વિસ દિવસ પહેલા ફરીયાદ કરી હતી. જેથી આરોપી અને ભોગ બનનારની માતા અલગ રહેતા હતા. ભોગ બનનાર સગીરા પણ તેની માતા સાથે અન્ય જગ્યાએ રહેવા જતી રહી હતી. પરંતુ ઘર કામ કરવા માટે આરોપી તેની પુત્રી અને પુત્રને ઘરે લઇ આવ્યો હતો. શનિવારે રાત્રે તેને તેની જ પુત્રી ભૂંડી ગાળો દેવા માંડ્યો હતો અને 'તમારી માએ મારા પર ફરિયાદ કરી છે' કહી ઝઘડો કરવા માંડેલ. 

પુરુષનું લિંગ કેટલું જાડું કે લાંબું હોય તો સ્ત્રીને મળી શકે છે સંતોષ? જાણો ડોક્ટર શું કહે છે?

ભોગ બનનાર સગીરાનાં નિવેદન મુજબ, ભોગ બનનારનાં નાનાભાઇને સુવડાવી દીધા બાદ હવસખોર તેની પુત્રી સાથે ખરાબ વાતો કરવા લાગ્યો હતો. જેથી સગીરા બાથરૂમમાં જઇ દરવાજો બંધ કરી દીધો હતો. સગીરાને આવી વાતો નહિં કરૂ તેવું કહિને વિશ્વાસમાં લીધા બાદ બહાર નિકળતા જ બાવડુ જાલી બાથરૂમની બહાર ઢસડીને રૂમમાં લઇ ગયો હતો અને સગી દિકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એક વાર નહિં આખી રાતમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાએ પોલીસને નિવેદન આપ્યું હતું. હાલ પોલીસે આરોપી સામે પોક્સો સહિતની કલમોનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Corona Update: ગુજરાતમાં દર મિનિટે સરેરાશ 3 લોકોને થઇ રહ્યો છે કોરોના, રેકોર્ડ 3160 કેસ

થોડા દિવસ પહેલા મુંજકામાં રહેતાં બે સંતાનના પિતા એવા કિશોર તાવડે નામના મરાઠી શખ્સે સાડા આઠ વર્ષની બાળાને ખુલ્લા પટમાં લઇ જઇ મોઢે મુંગો દઇ દેહ પીંખી નાંખ્યો હતો. પોલીસે તેને દબોચી લઇ હવસખોરી ઉતારી નાંખી હતી. જેલભેગો કર્યો હતો. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં બીજી એક આવી ઘટના સામે આવી છે. જેમાં હવસખોર બીજો કોઇ નહિ પણ સગો બાપ છે. ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે લાલબતી સમાન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube