નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagr) જિલ્લાના ભાલ વિસ્તાર કે જ્યાં ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી અનેક ગામો પીડાઈ રહ્યા છે, એવા ભાલ (Bhal) પંથકમાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તંત્ર દ્વારા પીવાના પાણી (Drinking Water) નું નિયમિત વિતરણ નહિ કરાતા અનેક ગામોમાં ભર ચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. ત્યારે પંથકના પાંચ જેટલા ગામોમાં પાણીનું વિતરણ અનિયમિત થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવળીયા સંપમાંથી અપાય છે પાણી પુરવઠો
વલભીપુર (Valabhipur) પાણી પુરવઠા વિભાગ દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે, જ્યારે માઢિયા નજીક નવી લાઈનનું કામકાજ ચાલતું હોવાથી પાણી સપ્લાયમાં વિક્ષેપ પડી રહ્યો છે, પરંતુ નિયમિત પાણી મળતું ન હોવાથી ભાલ (Bhal) પંથકના હજારો લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે.

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો


પાણી નહિ મળતા ગામલોકોમાં રોષ
ભાવનગર (Bhavnagr) ના ભાલ (Bhal) પંથકમાં ભર ચોમાસામાં પાણીની તંગી પડી રહી છે, લોકો પીવાના પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે, નિયમિત પીવાનું પાણી મળતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે પરંતુ પાણી પુરવઠા વિભાગની આંખ ઉઘડતી નથી.


રજુવાત કરવા છતાં સમસ્યાનો હલ નહિ
વલભીપુર (Valabhipur) પાણી પુરવઠા દ્વારા દેવળીયા સંપમાંથી નિયમિત પણે ભાલ પંથકના કાળા તળાવ, નર્મદ, સનેસ, ખેતાખાટલી, માઢીયા જેવા ગામોને પાણીનું વિતરણ કરવાનું હોય છે પરંતુ ઘણા લાંબા સમયથી ગ્રામજનોને પાણી અનિયમીત મળતું હોવાની વ્યાપક પણે ફરિયાદ ઉઠી રહી છે, અનેક દિવસો સુધી પાણી જ આવતું નથી, આ બાબતે ગ્રામજનો એ અવાર-નવાર ઉચ્ચ અધિકારી તેમજ વલભીપુર પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી છે પરંતુ પરિસ્થિતિ એની એ જ છે.

Rath Yatra: અમદાવાદમાં શરતોને આધીન રથયાત્રાને મંજૂરી, ટૂંક સમયમાં થશે જાહેરાત


 ગોકળગતિએ ચાલતું લાઈન નાખવાનું કામ
ભાલ (Bhal) પંથકમાં કરોડો રૂપિયાના ખર્ચે પીવાના પાણી (Drinking Water) ની લાઇન નાખવામાં આવી રહી છે, પરંતુ લાઈન નાખવાનું કામ ગોકુળગતિએ ચાલી રહ્યું છે, ત્યારે લાઈન નાખવાનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે એવી ગામલોકોની માંગ છે.

Amit Shah ના પ્રવાસમાં થયો ફેરફાર, પરિવાર સાથે ભગવાન જગન્નાથના કરશે દર્શન


પાણી નહિ મળે તો ઉગ્ર આંદોલન ની ચીમકી
ભાલ (Bhal) પંથકના અનેક ગામો પીવાના પાણી (Drinking Water) માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં નિયમિત પણે પીવાનું પાણી (Drinking Water) વિતરણ નહીં થાય તો નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતારવાની ફરજ પડશે તેવી ગામ લોકોએ ચીમકી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube