નીતિન ગોહેલ/ભાવનગર : ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં 7 ક્રુ મેમ્બર સવાર હતા, જેમાંથી 3ને બચાવી લેવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો અન્ય 4 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.


ઘોઘાથી 7 નોટિકલ માઈલ દૂર મધદરિયે ટગમાં બ્લાસ્ટ થતા ટગે લીધેલી જળસમાધિની કરુણાંતિકાથી સમગ્ર ગોહિલવાડમાં ચર્ચા જાગી હતી. આ દુર્ઘટનામાં ત્રણ ક્રુ મેમ્બર્સ લાપતા થયા હતા, જ્યારે કે ચાર ઈજાગ્રસ્ત ક્રુ મેમ્બર્સને સારવાર અર્થે ભાવનગર દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા પોર્ટ ઓફિસર સુધીર ચઢ્ઢા સહિતના ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ, સિટી ડીવાયએસપી મનીષ ઠાકર સહિતના ઓફિસર્સ દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રુ મેમ્બર્સની શોધખોળ હાથ ધરાઈ હતી. જ્યારે કે ચાર ઈજાગ્રસ્તો ક્રુ મેમ્બરને ટગમાં દરિયા કિનારે લવાયા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો કિનારે દોડી આવ્યા હતા.