નવનીત દલવાડી/ભાવનગર: શહેરના જશોનાથ સર્કલ પાસે આવેલા પ્રસિદ્ધ જશોનાથ મહાદેવ મંદિરનો જર્જરિત ભાગ ધરાશાય થઈ ગયો હતો. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના પગલે જીર્ણ થઈ ગયેલો મંદિરની પાછળનો કેટલોક ભાગ ધરાશાય થઈ ગયો હતો. ભાવનગરના રાજવીઓ ભગવાન શિવ માં ભારે આસ્થા ધરાવતા હતા. તેમજ લોકો સહેલાઈથી દર્શન કરી શકે એ માટે અલગ અલગ વિસ્તારોમાં તત્કાલીન રાજવીઓ દ્વારા શહેરમાં કુલ 22 મંદિરોના નિર્માણ કરવામાં આવેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડા! કડાકા ભડાકા સાથે તૂટી પડશે મેઘો


ભારત આઝાદ થયા બાદ આ તમામ મંદિરોની જાળવણી ની જવાબદારી સરકારની હોય છે અને હાલ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ એ જવાબદારી સંભાળી રહ્યું છે, પરંતુ આ મંદિરો અતિ પ્રાચીન હોય પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવતો હોય છે, અને ત્યાર બાદ તેને રીપેરીંગ કરવાની જરૂર લાગે તો મંજૂરી આપવામાં આવતી હોય છે. ભાવનગર શહેરમાં આવેલા જશોનાથ મહાદેવ મંદિર તત્કાલીન રાજવી મહારાજા જસવંતસિંહજી એ વિક્રમ સંવત ૧૯૨૧ ના નિર્માણ કરાવી ભાવેણા ની પ્રજાને ભેટ ધર્યું હતું. 


અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી; એક બે નહીં, ગુજરાતના આ નદીઓમાં આવશે વિનાશક પૂર!


આજે આ મંદિરને 170 જેટલા વર્ષ થયા હોય મંદિરનો કેટલોક ભાગ જર્જરિત બની ગયો હોય ગત વર્ષે ભારે વરસાદ વરસતા ધરાશાય થઈ ગયો હતો. જેને રીપેરીંગ કરાવવા મંદિરના પૂજારી દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માત્ર વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈ નક્કર કામગીરી નહિ કરવામાં આવતા આ વર્ષે ફરી ગઈકાલે વરસેલા ભારે વરસાદના પગલે મંદિરનો કેટલોક ભાગ ધરાશાય થઈ ગયો છે.


ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો


કલેકટર, મામલતદાર તેમજ અનેક રાજકીય આગેવાનો કાર્યક્રમ દરમ્યાન અનેક વખત અહીં દર્શન કરવા આવતા હોય છે, પરંતુ મંદિરની દુર્દશા પર કેમ કોઈનું ધ્યાન નથી જઈ રહ્યું એ મોટો સવાલ છે. ત્યારે મંદિરના પૂજારી ભીખાભાઈ ગોસ્વામી દ્વારા મંદિરના જર્જરિત ભાગને ઝડપથી રીપેરીંગ કરાવવા માંગ કરી છે. સાથે તંત્ર દ્વારા સેવાઈ રહેલી ચુપકીદી ના પગલે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. 


એશિયનગેમ્સની જાહેરાત: સ્વીમિંગમાં ગુજરાતના ચમકતા 2 તારલાઓની એન્ટ્રી, દેશ સાથે રાજ્ય.